Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોરબી ચૂંટણી પ્રચાર - ચૂંટણીના કામે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર સિવાય વાહનોનો ઉપયોગ કરી શકાશે નહિ

મોરબી તા. ૨૬ : મોરબી ચૂંટણી પ્રચાર - ચૂંટણીના કામે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય વાહનોનો ઉપયોગ કરી શકાશે નહિ.

લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઇ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટએ તેમને મળેલ અધિકારની રૂએ એક હુકમ દ્વારા કોઈ પણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા, ચૂંટણીના ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિત દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત લોકસભા મતદાર વિભાગમાં કે સમગ્ર મોરબી જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવા જણાવેલ છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજયમાં તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ મતદાન થનાર છે. જેથી ચૂંટણીપ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. આ હેતુ માટે મોટા પ્રમાણમાંઙ્ગ ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઇ વ્યકિત, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી તેમજ તેની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય, જેના કારણે સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવાનો અવકાશ રહેવા સંભવ હોય ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુઃખ થાય અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના રહે તેમજ સુલેહશાંતી ભંગ થવા સંભવ હોય ચૂંટણીના સરળ સંચાલન હેતુથી કોઈ પણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિતએ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત લોકસભા મતદાર વિભાગમાં કે સમગ્ર મોરબી જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના અને રજિસ્ટર કરાવેલ વાહનોની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન લોકસભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરાવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટરઙ્ગ કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.

(9:29 am IST)