Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જેમના નેતૃત્વમાં કચ્છમાં બે વિધાનસભા બેઠકો જીતી છે તેવા નરેશ મહેશ્વરીની કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે પસંદગી

ભુજ તા. ૨૭ : લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીમાં મોરબી કચ્છ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકેઙ્ગ નરેશ મહેશ્વરીનું નામ આજે સતાવાર રીતે જાહેર કરી દેવાયું છે. એઆઇસીસી દ્વારા ગુજરાતની લોકસભા બેઠકો પરના સૌરાષ્ટ્ર કચ્છના કોંગ્રેસના ઉમેદવારોના નામની મોડી જાહેરાત કરાઈ છે.

મોરબી કચ્છ બેઠક માટે અંતે ધારણા મુજબ જ નરેશ મહેશ્વરીનું નામ જાહેર કરાયું છે. જોકે, એક તબક્કે જીજ્ઞેશ મેવાણી (વડગામ) કોંગ્રેસના ટેકા સાથે ચૂંટણી લડે તેવી ચર્ચા હતી. પણ, રવિવારે કચ્છ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ઝોન પ્રભારી અને ધારાસભ્ય પ્રવિણ મારૂ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, લોકસભાના ઉમેદવાર સ્થાનિક ના જ હશે. ત્યારે પણ થતી ચર્ચા મુજબ નરેશ મહેશ્વરી ઉપર જ પસંદગીનો કળશ ઢોળાવવાનુંઙ્ગ નિશ્ચિત હતું.

પ્રદેશ કોંગ્રેસના આગેવાનો નવલસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, જુમાભાઈ રાયમા સહિતના આગેવાનોએ વાતચીત દરમ્યાન એમના નામનો સંકેત આપી દીધો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીની રાજકીય કેરિયરની વાત કરીએ તો, કચ્છ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકયા છે. મૂળ માધાપર ભુજના નરેશ મહેશ્વરી યુવા વય થી જ કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત છે. છેલ્લા ૨ દાયકા કરતાંયે વધુ સમયથી કચ્છ કોંગ્રેસના કાર્યકર્તા તરીકેનો દીર્ઘ અનુભવ ધરાવે છે.

કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળમાં કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ ચુકી હોઈ તેમની પાસે પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટણી લડવા અંગેનો સારો એવો અનુભવ છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે કચ્છમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી છે. જોકે, તેઓ પ્રથમ જ વખત સંસદીય ચૂંટણી લડી રહ્યા છે.(૨૧.૧૧)

(10:27 am IST)