Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

ધારીના ડેડાણનાં એએસઆઇ કમલેશ વાઢેરની બદલી થતા ર૧ ગામના લોકોમાં નારાજગી

(બહાદુર અલી હિરાણી દ્વારા) ડેડાણ, તા., ર૭: ડેડાણ આઉટ પોસ્‍ટના એએસઆઇ કમલેશભાઇ વાઢેરની બદલી થતા ડેડાણ સહીત ર૧ ગામના લોકોએ નારાજગી વ્‍યકત કરી છે.

ડેડાણ આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા કમલેશભાઇ વાઢેર એટલા સમયથી સારા જમાદાર તરીકે ફરજ બજાવતા હમણા ટુંક સમયમાં ડેડાણ આઉટ પોસ્‍ટનું ગામના સહયોગથી રીનોવેશન કરી અને આઉટ પોસ્‍ટને નવી ઓળખ આપી છે.

આ જમાદારે સારી કામગીરી દર્શાવી હિન્‍દુ મુસ્‍લીમ તહેવારોમાં પણ સારી કામગીરી દર્શાવી છે. ડેડાણ આઉટ પોસ્‍ટ નીચે ર૧ ગામડાઓ આવેલ છે. તેમાં પણ સારી કામગીરી બજાવી કોઇ પણ ગામડામાં ચોરી કે અન્‍ય કોઇ એવા બનાવો બનેલ નથી. પોલીસ અધિકારીની જો બદલી થાય તો દુઃખદ ભરી લાગણી કહેવાય તેથી આ એએસઆઇની બદલી રોકવા સમગ્ર સમાજમાંથી માંગણી છે.

(12:08 pm IST)