Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

અમરેલીના અમરાપુર, ઢોલરવા, કમીગઢ રોડની કાયાપલટને મંજુરીઃ કૌશિક વેકરીયા

મુખ્‍યમંત્રીએ ર.૧૦ કરોડના કામને મંજુરી આપી

ગાંધીનગર તા.ર૭ :  અમરેલી શહેર અને જિલ્લાનાને દિન પ્રતિદિન વિકાસકામોની ભેટ સતત મળતી રહે છે. અમરેલીના યુવાન ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરિયા ે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાને વધુ એક વિકાસકામની ભેટ મળી છે. જેના પરિણામે રૂપિયા ૨૧૦ લાખના ખર્ચે તાલુકાના અમરાપુર -ઢોલરવા - કમીગઢ રોડના રિકાર્પેટ કામને મંજૂરી મળી છે.

કૌશિક વેકરિયાએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને  રજુઆત કરી હતી. જેને મુખ્‍યમંત્રીએ મંજૂરી આપતા આગામી દિવસોમાં આ રોડનું રિકાર્પેટ કરવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ કામ મંજૂર થતા વિસ્‍તારની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી છે. (૬.૧૦)

 

ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમે પૂ.લાલબાપુના સાનિધ્‍યમાં ગાયત્રી યજ્ઞ

ઉપલેટા : ગાયત્રી આશ્રમ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પૂજ્‍ય લાલબાપુની ગાયત્રી સાધનાથી પ્રસિદ્ધ છે આ ગાયત્રી આશ્રમ ખાતે  પૂનમના દિવસે ગાયત્રી યજ્ઞનું આયોજન રાજુભાઈ ગજેરા મુખ્‍ય યજમાન  પદે કરવામાં આવેલ  ગાયત્રી યજ્ઞ દરમિયાન સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી  ભક્‍તો ગાયત્રી આશ્રમ ખાતે પહોંચી યજ્ઞનો લાભ લીધો હતો એટલું જ નહીં પરંતુ ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી લગભગ ૨૫ થી ૩૦ હજાર ભાવિકોએ આ ગાયત્રી મહા યજ્ઞમાં લાભ લઇ પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર ભરમાંથી રાજકીય અને સામાજિક આગેવાનો ગાયત્રી આશ્રમ ખાતે પહોંચી ગયા લાલબાપુ ના આશીર્વાદ મેળવ્‍યા હતા સવારના ૮-૦૦ વાગે થી શરૂ થયેલ ગાયત્રી યજ્ઞનું સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમવામાં આવેલ હતું જ્‍યારે બપોરના ૧૧ વાગ્‍યાથી સાંજના ચાર વાગ્‍યા સુધી પ્રસાદ અવિરત ચાલુ હતો અંદાજે ૩૦,૦૦૦ ભાવિકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો (અહેવાલ : કૃષ્‍ણકાંત ચોટાઇઃ તસ્‍વીર નિમેષ ચોટાઇ -ઉપલેટા)

(12:07 pm IST)