Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ગોંડલમાં સેન્‍સ પ્રક્રિયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૭ : પોરબંદર લોકસભા ની ચૂંટણી ને લઈ ભાજપ ની તૈયારી શરૂ શરુ કરાઇ હોય તેમ 

પોરબંદર લોકસભા ની બેઠક માટે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે સેન્‍સ પક્રિયા હાથ ધરાઈ હતી.

 સેન્‍સ લેવા માટે પકંજ ભાઈ દેસાઈ ધારાસભ્‍ય નડિયાદ અને પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી જુગલજી ભાઈ ઠાકોર પૂર્વ સાંસદ સેન્‍સ લેવા માટે ગોંડલ ખાતે આવી પહોચ્‍યા હતા.

ગોંડલ, જેતપુર, ધોરાજી - ઉપલેટા, કેશોદ, માણાવદર, કુતિયાણા, પોરબંદર વિધાનસભા ના ભાજપના હોદ્દેદારોની સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

 ઉપરાંત ભાજપના વિવિધ જિલ્લા પંચાયતના સભ્‍યો, સંગઠન ના હોદેદારો, જિલ્લા ભાજપ ના સભ્‍યો, ધારાસભ્‍ય તેમજ પૂર્વ ધારાસભ્‍ય ની સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેતપુર ધારાસભ્‍ય જયેશ રાદડિયા સેન્‍સ આપવા માટે આવી પહોંચ્‍યા  હતા અને સેન્‍સ આપી હતી.

માણાવદર ના પૂર્વ ધારાસભ્‍ય જવાહર ચાવડા.રાણાવાવ કુતિયાણા પૂર્વ ધારાસભ્‍ય કરસનભાઈ ઓડેદરા પણ સેન્‍સ આપવા માટે આવી પહોંચ્‍યા હતા અને પોતાની સેન્‍સ આપી હતી

જેતપુર જામકંડોરણા પૂર્વ ધારાસભ્‍ય જસુબેન કોંરાટ પણ સેન્‍સ આપી હતી. (તસ્‍વીર : ભાવેશઃ ભોજાણી, ગોંડલ)

(12:06 pm IST)