Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

બે લાખ સાથે હરણાસાના યુવકને લુંટી લુંટેરી દુલ્‍હન થઇ ગઇ ફરાર

વેરાવળ,તા. ૨૭: ગીર સોમનાથના હરણાસા ગામના યુવાન સાથે વિરમગામની યુવતી સાથે લગ્ન કરાવી ત્રણ મહીલા સહિત અન્‍ય છ સખ્‍સો સામે સુત્રાપાડા પોલીસમાં થયેલ ફરિયાદ મુજબ બે લાખ તેમજ દાગીના મોબાઇલ ફોન દશ જોડી કપડા લઈ ને રફુચક્કર થઈ ગયેલ છે.

હરણાસા ગામના અજય કાના નાંધેરા નામના યુવાન સાથે રિંકલ પનડીયા નામની વિરમગામ રહેતી યુવતી સાથે લગ્ન તારીખ ૬/૨/૨૦૨૪ ના રોજ થયેલ લગ્ન કરાવવા અંગે સમજુતી કરાર નોટરી સાથે થયેલ અને રૂપિયા એક લાખ ત્રીશ હજાર રોકડ આપેલ સમગ્ર જવાબદારી પણ લીધેલ જેમા રિંકલ અનિલ પનડીયા ઉમર વર્ષ ૨૬ રહે વિરમગામ મીરજા રીયાઝ કરીમ જોષી સમીમ બહેન ખેમરાજ નાગદેવ દીપક કુમાર રહે જુનાગઢ નરસિંહ ઓજા રહે સુત્રાપાડા અને કોમલ ઉ,વર્ષ ૩૦ રહે રાજકોટ સહીત ના વિશ્વાસ મા લઈ રિંકલ સાથે લગ્ન થયેલ બાદ તારીખ ૧૯/૨/૨૦૨૪ રિંકલ રોકડ રકમ બે લાખ સોના ના દાગીના નથડી બુટ્ટી સોનાની દસ જોડી કપડા મોબાઇલ સાથે ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ સુત્રાપાડા પોલીસમાં થઈ.

રાધારાણી મહીલા મંડળ દ્વારા વેરાવળમાં વાસણા સ્‍પર્ધા યોજાઇ

વેરાવળ ડાભોર રોડ પર આવેલ બગીચામાં રાધારાણી ગૃપ દ્વારા વેરાવળની બહેનોનો ઉત્‍સાહ વધારવા યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત શિયાળો એટલે આરોગ્‍ય વર્ધન ઋતુ અને તેમા પણ વાસણાનો ઉપયોગ કેવી રીતે કરવો તે મહત્ત્વ નુ તયારે વિશેષ વાસણા હરીફાઈનુ આયોજનમાં ભાગ લઈ આદુપાક કાટલુ પાક બાવળીયો ગુંદનો પાક સહીત અન્‍ય વાનગીઓ બીટના લાડુ ખજુર પાક તૈયાર કરેલ આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ક્રમ પર શિતલ બેન મહેતા બીજા ક્રમે નેહાબેન મહેતા સહીત ત્રીજા ક્રમે તૃપ્તિબેન ગોટેચાને વિજેતા જાહેર કરી ઈનામ આપી સન્‍માનિત કરેલ

(12:05 pm IST)