Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

મોરબીમાં કારખાનામાં પગ સ્લીપ થઇ જતા યુવાનનું બેલ્ટમાં આવી જતા મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક  સ્પેરોન વિટ્રીફાઇડ  કારખાનામાં પગ સ્લીપ થઇ જતા યુવાન બેલ્ટમાં આવી જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ નજીક સ્પેરોન વિટ્રીફાઇડ કારખાનામાં રહેતા પારસિંગ ભુરાભાઈ ભીલવાલ રહે-૪૧ ગત તા.૨૫ ના રોજ કારખાનામાં કામ કરતા હોય દરમિયાન પગ સ્લીપ થઇ જતા બેલ્ટમાં આવી જતા ઈજા થતા સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:24 am IST)