Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

મચ્છુ-૧ કેનાલમાં ગાબડુ પડતા લજાઇ નજીક કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા

રોડ પર પાણી પાણી થઇ ગયુ, અધિકારીઓમાં દોડધામ મચી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૭: મચ્છુ ૧ સિંચાઈ યોજના અંતર્ગત નીકળતી કેનાલમાં સાઈફન તૂટી જવાથી ભંગાણ સર્જાયું હતું જે ભંગાણને પગલે કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા હતા જેથી રોડ પર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. બનાવની મળતી માહિતી મુજબ મચ્છુ કેનાલમાં સાઈફન તૂટી જવાથી લજાઈ ગામ પાસે રોડ પર પાણી ફરી વળ્યા હતા હાઈવે ઓથોરીટી દ્વારા સાઈડ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સાઈફન બાજુમાં ગાબડું પડ્યું હતું જેના પગલે કેનાલ ચાલુ હોવાથી કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા હતા જે બનાવ મામલે મચ્છુ ૧ સિંચાઈ વિભાગ ડેપ્યુટી ઈજનેર વિજય ભોરણીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કેનાલનું સાઈફન તૂટ્યું હોવાથી કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા છે જોકે દ્યટનાની જાણ થતા તુરંત કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું અને હાઈવે ઓથોરીટીને રીપેરીંગ માટે સુચના પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું જોકે રોડ પર પાણી ફરી વળતા ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.

(12:50 pm IST)