Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જામનગરમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સ્ટાફ રવાના : 752 પોલીસ કર્મચારીઓ અને 1135 હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનોને મતદાન મથક ઉપર ફરજ સોંપાઈ

જામનગર::::જામનગરમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સ્ટાફ રવાના કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો એને સિક્કા નગરપાલિકાની 28 બેઠકોની ચૂંટણી થનાર છે. જિલ્લામાં કુલ 705 મતદાન મથકો ઉપર રવિવારે મતદાન પ્રક્રિયા થશે તે પૂર્વે  205 સંવેદનશીલ મતદાન મથકો અને 22 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. મતદાન પ્રક્રિયા પૂર્વે જ 752 પોલીસ કર્મચારીઓ અને 1135 હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનોને મતદાન મથક ઉપર ફરજ સોંપાઈ છે. જામનગરમાં સવારથી જ ઓશવાળ સ્કૂલ ખાતેથી EVM સહિતના સાહિત્ય સાથે સ્ટાફ રવાના કરાયો છે.

(અહેવાલ : મુકુંદ બદીયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:09 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST

  • રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરૂણા પર સંદેશા આપ્યા હતા : નરેન્દ્રભાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ટ્વિટર ઉપર લખ્યું છે કે સંત રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરુણા પર સંદેશા આપ્યા હતા, જે યુગો યુગો સુધી દેશવાસીઓને પ્રેરણા આપશે. હું તેમની જન્મજયંતિ પર તેમને સાદર વંદન કરું છું. access_time 5:04 pm IST