Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

હળવદમાં રકતદાન કેમ્પસ : ૧૫૨ બોટલ રકત એકત્ર

હળવદ : સ્વૈચ્છિક રકતદાન કેમ્પમાં ૧૫૨ બ્લડની બોટલ એકત્ર કરવામાં થયેલ હતું. આશરે ૧૫ વ્યકિતઓએ પ્રથમ વખત રકતદાન કર્યું ૫ દંપતિઓએ સજોડે રકતદાન કર્યું અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું અને૬૧ વર્ષની વયે ગાંધી ભાઇએ પણ ૧૪મી વખત રકતદાન કર્યું કુલ મળી ૧૫૨ બોટલ રકત એકત્ર થયું ૧૦૧ સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને ૫૧ બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમીયાગ્રસ્ત બાળકોને મોકલી હતી. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:31 am IST)
  • કોરોનાનો કહેર વધતા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર 31મી માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો : DGCAએ ભારત આવનારી અને અહીંથી જનાર વાણિજ્યીક આંતરરાષ્ટ્રીય ઉદયન પર પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો access_time 12:48 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • નકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST