Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ભરૂડી ટોલનાકે ગાય-વાછરડાને ક્રુરતાથી ભરેલો ટ્રક ગૌસેવકોએ ઝડપ્યો

ગોંડલ,તા.૨૭: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટોલનાકા પાસે ગૌસેવકોએ ઘાસચારા વગર ગાય વાછરડાને ક્રૂરતાથી ભરેલા ટ્રકને ઝડપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગૌસેવક ગોરધનભાઈ પરડવા, રસિકભાઈ ટીલાળા, અમરશીભાઈ દાણીધારીયા વિગેરે બાતમીના આધારે ભરુડી ટોલનાકા પાસે ઘાસચારાની વ્યવસ્થા વગર GJ06ZZ 9116 નંબર ના ટ્રક ને રોકી તલાશી લેતા તેમાં ઘાસચારા વગર ક્રૂરતા રીતે ભરેલી ૮ ગાય અને બે વાછરડા જણાતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે દોડી જઇ ટ્રક ડ્રાઈવર મુકેશ કાળુભાઈ ખોખાણી રહે બોટાદ સહજાનંદ નગર સોસાયટી તેમજ ખેંગાર વાઘાભાઈ રહે રતનપર તાલુકો ગઢડા વડાને ઝડપી મુદ્દામાલ કબજે કરી પશુ પ્રત્યે ઘાતકીપણાનોની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:28 am IST)