Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીના વાવડી રોડ પર રહેતી પરિણીતા ગુમ

પાડોશીને મામાના ઘરે જતી હોવાનુ કહી ગયા બાદ લાપતા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મિસ્ત્રી રાબેતા મુજબ પોતાના કામધંધે ગયા બાદ ગત .૨૦ના રોજ તેમની પત્નિ પાડોશીને મામાના ઘરે જતી હોવાનુ કહી ગયા બાદ ગુમ થઈ જતા યુવાને અનેક સગા સબંધી સહિત શોધખોળ કયાઁ બાદ ભાળ ન મળતા અંતે મોરબી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વાવડી રોડ પર રહેતા ધમૅઁશ દિનેશભાઈ પિત્રોડાના પોતાની લુહારીકામની દુકાને ગયા બાદ બપોરના સુમારે ઘરે પરત ફરતા તેની પત્ની ઘરે ન હોય જેથી પડોસમાં પુછપરછ કરતા તે તેના મામાના ઘરે જવાનું કહીને ઘરેથી ગયા બાદ કોઈ સગા સંબધીને ત્યાં ન મળતા પતિ ધર્મેશભાઈએ શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં મોરબી પોલીસમાં ગુમ અંગે જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:24 am IST)