Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઇ

મોરબીના ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાહેરમાં જુગાર રમતા આશાબેન ગોવિંદભાઈ અદગામા, મીનાબેન અવચરભાઈ સુનરા અને દીવુબેન કરમસીભાઈ સીણજીયાને રોકડ રકમ રૂપિયા ૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:12 pm IST)