Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

હળવદ પાવર હાઉસ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા પરપ્રાંતીય યુવાનનું મોત

રાણેકપર નજીક કાર અને બાઈક અથડાતા બેને ઈજા

હળવદના પાવર હાઉસ નજીકથી પસાર થતા પરપ્રાંતીય યુવાનનું બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનને ઈજા થતા મોત નીપજયું છે  મૂળ છોટા ઉદેપુરના રહેવાસી અને હાલ હળવદના રણમલપુરની વાડીમાં રહીને મજુરી કરતા કેમાંભાઈ આદિવાસીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સતીષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) રહે ટીકર મૂળ છોટા ઉદેપુર વાળા પોતાનું મોટરસાયકલ જીજે ૩૪ ઈ ૫૪૬૭ લઈને હળવદ જીઆઈડીસી પાવર હાઉસ સામેથી જતા હોય ત્યારે મોટરસાયકલ ડીવાઈડર સાથે અથડાતા માથાંના અને શરીરના ભાગે ઈજા થતા યુવાનનું મોત થયું છે

  હળવદના નવા ઇશનપુરના રહેવાસી અશ્વિનભાઈ રૂગનાથભાઈ કણઝારીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મોટરસાયકલ નં જીજે ૧૩ આરઆર ૩૯૦૭ પર રાણેકપર પાસેથી જતા હોય ત્યારે કાર નં જીજે ૧૨ પી ૯૫૭૮ ના ચાલકે ઠોકરે ચડાવતા બાઈક સવાર ફરિયાદી અશ્વિન રૂગનાથ કણઝારીયા અને મનોજ શંકર કણઝારીયા એમ બે યુવાનને ઈજા કરી છે

(10:06 pm IST)