Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નપાની મહિલા કાઉન્સિલરના ખરાબ વર્તનથી ભારે હોબાળો

સ્ટેન્ડીંગ કમિટીમાં પત્રકારોને જવા ન દેવાયા નગરસેવિકાએ સિક્યુરિટી ઓફિસરનો કોલર પકડી લીધો

અમદાવાદ, તા.૨૭ : જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક હતી. પરંતુ સીકયોરીટી ઓફિસર રાજભાએ પત્રકારોને અંદર જવા નહીં દેતા નગરસેવિકા રચનાબેન નંદાણીયા બગડયા હતા અને ઉશ્કેરાઇ સીકયોરીટી ઓફિસરના શર્ટનો કોલર પકડી તેને રીતસરનો ધમકાવી નાંખ્યો હતો. જેને પગલે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ વખતે વાતાવરણ ગરમાયું હતું. જો કે, બાદમાં અન્ય નગરસેવકો દ્વારા બંનેને છૂટા પાડી મામલો થાળે પડ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી, ત્યારે ડીપી કપાતના અસરગ્રસ્તોને સ્ટેન્ડીંગમાં સાભળવા સમયે આ સમગ્ર ઘટના બની હતી.

        પત્રકારોને સ્ટેન્ડીંગ કમીટી રૂમમાં જતા અટકાવનાર સીકયોરીટી ઓફિસર સામે રોષે ભરાઇ નગરસેવિકા રચના નંદાણીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી લડનારાઓને આજે હું કહુ છું કે આજે ૫૦૦ જણાના મકાન જાય છે ક્યાં છો તમે. બાદમાં નગરસેવિકાને અંદર જવા દીધા નહોતા અને પોલીસને કહ્યું હતું કે, હું સભ્ય છું મને અંદર જવા દો પણ અંદર જવા દીધા નહોતા. રચનાબહેને એક તબક્કે સીકયોરીટી ઓફિસરના શર્ટનો કોલર પકડી ધમકાવી નાંખતાં વાતાવરણ ગરમાયું હતું. જો કે, બાદમાં અન્ય નગરસેવકોએ દરમ્યાનગીરી કરી સમગ્ર મામલો થાળે પાડયો હતો. આ બનાવને પગલે સમગ્ર સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:41 pm IST)