Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સવારે ગુલાબી ઠંડી -બપોરે તાપ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર ઋતુનો અનુભવ

રાજકોટ,તા.૨૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ગુલાબી ઠંડીનો અને બપોરે તાપ સાથે આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

જૂનાગઢઃ જૂનાગઢમાં મિશ્ર ઋતુથી સવારે ગુલાબી ઠંડી અને બપોરે તાપને લઇ લોકોમાં સામાન્ય બીમારી ઘર કરી ગઇ છે.

છેલ્લા ચાર દિવસથી જૂનાગઢના તાપમાનમાં વધઘટ થઇ રહી છે. આજે સવારનું લઘુતમ તાપમાન ૧૪.૯ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની ગતિ ૩.૫ કિ.મીની નોંધાયેલ. આજે પણ બપોર થવાની સાથે જ અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે. જેનાથી લોકો ેપરેશાન થઇ જાય છે. શરદી, તાવ અને સળેખમ જેવી બિમારી ઘર કરી ગઇ છે.

જામનગરઃ આજનું તાપમાન ૩૩ મહતમ, ૧૫.૬ લઘુતમ, ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:16 pm IST)