Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સુરેન્દ્રનગર વાસીઓને ટુંકમાં મળશે અધ્યતન ઓપન જિમ....

તમામ પ્રકારના જિમના સાધનો આવી પહોંચ્યાઃ રાજયમાં પ્રથમ નવતર પ્રયોગ... ૭ લાખના ખર્ચે બનાવવામાં આવશેઃ બે વર્ષ સુધી મેન્ટન્સ ખર્ચ બેન્ક ભોગવશે

સુરેન્દ્રનગર, તા.૨૭:  જિલ્લા કલેકટર કે રાજેશ એ બેંકની મીંટીગ બોલાવી હતી એ મીંટીગમાં નગર પ્રમુખ વીપીનભાઇ ટોલીયા હાજર રહ્યાં હતા આ મીંટીગમાં પાલિકાની ટીમ વતી બેંકો પાસે નાગરીકો સ્વસ્થ અને સ્વચ્છ રહે તે માટે તમે નગરપાલિકાને મદદરૂપ થવા વિનંતી કરી એ પછી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના બ્રાન્ચ મેનેજર વીપુલકુમાર એચ ચોહાણ એક પ્રપોઝલ બેંક વતી લઈ પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન બકાલાલ બાંદ્યકામ ચેરમેન ભાષ્કર ભાઇ દવે ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા પાસે આવ્યા.

ઓપનજીમ માટે આશરે ૭ લાખના સાધનો બેંક આપશે તે ઉપરાંત આ સાધનોમાં જે કાઇ રીપેરીંગ આવશે તેનો બે વર્ષ સુધી ખર્ચ બેંક ભોગવશે આ પ્રપોઝલ સ્વીકારી એ પછી જગ્યા નક્કી કરવાનુ થયુ એટલે પ્રમુખ અને તેમની ટીમ એ ઉદ્યોગનગર માં સુરેન્દ્રનગર નગરપાલિકા એ ગાર્ડન બનાવીયો છે તેમાં ઓપનજીમ બનાવાનુ નક્કી કર્યું હતું.

ત્યારે ગઇકાલે આ ઓપન જીમના કસરતો ના સાધનો સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચ્યા છે ત્યારે ટૂંક જ સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના અત્યારે રીતે જિલ્લાની જનતાને ઓપન જીમ મળશે અને જિલ્લાની જનતા નો ઉપયોગ સારી રીતે કરી શકશે ત્યારે આ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ઓપન જિમ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લાવાસીઓમાં પણ એક પ્રકારે આનંદની લાગણી વ્યાપી છે.

(1:15 pm IST)