Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

બાબરાનાં દિવ્યધામ વલારડીમાં વઘાસિયા પરિવાર દ્વારા દિવ્યજયોતનું વધામણા-પોંખણા સાથે સ્થાપન

જૂનાગઢ,તા.૨૭: દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક નાનકડું ગામ વલારડી આવેલુ છે. વલારડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. નાનકડુ વલારડી ગામ આજે દેશ અને દુનિયાને પ્રેરક સંદેશો પહોંચતો કરવામાં અગ્રીમ સ્થાને રહ્યુ છે. કેમ કે ગામનાં સીમ વિસ્તારમાં સમસ્ત વઘાસિયા પરિવારનાં સુરાપુરા પાતાદાદાની રણખાંભી દર્શનીય અને પુજનીય બનીને લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે. પાતાદાદાની નિશ્રામાં કરેલી મનોકામનાં અચુક સફળ રહ્યાની દાર્શનિક વાતો અનેક લોકો માટે શ્રધ્ધાબળમાં વધારો કરી રહી છે. રાજયનાં વિવિધ વિસ્તારોમાંથી સુરત પધારેલ જયોતોનું એકરૂપ દિવ્ય સ્વરૂપ સુરત શહેરમાં ૨૪૫ દિવસ સુધી હજારો ઘરોમાં દર્શનિય પ્રવાસ ખેડીને વિક્રમ સંવંત ૨૦૭૬નાં ફાગણ સુદી બીજનાં પ્રભાતે વલારડી ખાતે આવી પહોંચી હતી. આ દિવ્યજયોતનાં વધામણા/પોંખણાં અને દિવ્યજયોતને હંગામી નિજમંદિરમાં સ્થાપન કરવાના અવરસને વધાવવા રાજયભરમાંથી વઘાસિયા કુળનાં સભ્યો ઉપસ્થિત રહી આ અલૈાકીક ક્ષણનાં સાક્ષી બન્યા હતા.

વલારડી ગામથી શરૂ થયેલ દિવ્યજયોતની યાત્રાની આગેવાની નાની બાળાઓએ શ્રીફળ અને કળશ માથે ધારણ કરી આગેવાની લીધી હતી. સાથે ૬૪ જોગણીનાં દિવ્યસ્થાનોની ઓળખ પ્રસ્થાપિત કરતા મઢને વઘાસિયા પિરવાની નવવધુઓએ વલારડી થી પાતાદાદાની રણખાંધી સુધીનાં માર્ગને જાણે કે માઈભકિતનો રાહ બનાવી દીધો હતો. યાત્રામાં અબાલ વૃધ્ધ અને નાની-નાની બાળાઓએ હોંશભેર ધર્મસંગીત) સથવારે રાસ અને સાંસ્કૃતિક અસ્મિતાની ભાત પાડી હતી. ગ્રામિણ કૃષિકારની આગવી ઓળખ સ્વરૂપે બળદગાડાનાં પ્રતિકાત્મક ટેબ્લો અને દિવ્યજયોતની અગવાની કરતા ભાવીકો દ્વારા શાસ્ત્રોકત પદોનાં ગાનથી માર્ગ જાણે કે ધર્મમાર્ગ બની રહ્યો હતો.    

 અત્રે ઉલ્લેખનિય છે કે ધર્મોત્સવમાં પધારનાર સૌ ભાવિકજનો બેટી બચાવો, જળ બચાવો, ગાય બચાવો તેમજ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પો કરી રાષ્ટ્રવિકાસમાં વિચારને જોડ્યો હતો. ચમારડીથી વલારડી જતા વચ્ચે આવતી જીવંત શ્રધ્ધાભાવનાં દ્રષ્ટાંતો રજુ કરતી પાતાદાતાની રણખાંભીનાં અનેક ચમત્કારો માત્ર પરિજનો જ નહીં પણ રાહદારી માત્ર મનોનિત વિચાર માત્રથી પોતાની હાલાકીથી બહાર આવ્યાનાં અનેક કિસ્સા લોકજિહ્વાએ વહેતા થયા છે

દિવ્ય જયોત દિવ્યધામ આવી પહોંચ્યાબાદ દિવ્યધામનાં કાર્યકરો દ્વારા અતિથીઓ, દિવ્યધામમાં આર્થીક/કાર્યફલકે યોગદાન આપનારશ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૬૪ જોગણીનાં સ્વરૂપે માથાપર મઢધારણ કરનાર વઘાસિયા પરિવારની વહુઆરૂઓને સુવર્ણભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગને શોભાયમાન બનાવવા દિવ્યધામનાં ભોજનશાળાનાં દાતા એવા નટુભાઇ કોટક સહીપરિવાર પધાર્યા હતા. તો મુંબઇ સ્થિત ઉઘોગપતિ મનુસુખભાઇ ડેની, અમદાવાદથી હસમુખભાઇ, રાજકોટથી પરશોત્ત્।મભાઇ, મનુભાઇ, સુરત, વડોદરા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ખેડા, સહિત વિવિધ જિલ્લાઓમાંથી વઘાસિયા પરિવરાનાં અગ્રણીઓ સહપિરવાર આ દિવ્યજયોતનાં નિજમંદિર સુઘી પહોંચતી થવાનાં સાક્ષી બન્યા હતા. 

 સમગ્ર કાર્યને સફળ બનાવવા રાજયભરનાં વિવિધ ગામોએથી વઘાસિયા પરિવારનાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી. વલારડી ગામનાં ગ્રામજનોએ ઘરે ઘરે આ ધર્મમાંગલ્ય કાર્યમાં પધારેલ અતિથીઓને પોતાનાં આંગણે અતિથી બનાવી વલારડી ગામનાં ગ્રામજનોએ ધર્મકાર્યમાં સહભાગીતા વ્યકત કરી હતી.

(1:12 pm IST)