Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જામનગરના નાનીલાખાણી ગામેથી પ૬૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોબાઇલ, બોલેરો પીકઅપવાન સહિત રૂ.પ.ર૮ હજારનો મુદામાલ જપ્ત

જામનગર તા.ર૭ : જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સીંઘલની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.અસ.ચાવડાના માર્ગદર્શન મુજબ દારૂ જુગારની પ્રવૃતિ પર વોચ રાખવા સુચના કરતા પંચકોશીએ ડીવીઝન પો. સ્ટે.ના પ્રોબે. એ.એસ.પી. સફિન હસન તથા પોલીસ સબ ઇન્સ. ડી.પી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો પો. હેડ કોન્સ. યશપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા પો.હેડ કો.ન્સ. વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે લાખાણી ગામ પાસેથી એક બોલેરો પીકઅપ વાહન રજી જે૧૮-એએકસ-૪ર૬૩ની સાથે આરોપી બકાાજી બાલાજી તેરવાડીયા જાતે ઠાકોર (ઉ.વ.ઘર) ધંધો ડ્રાઇવીંગ રહે. ધરા ગામ તખતપુરા વ્સિતાર તા.કાકરેજ જી.બનાસકાંઠા વિ.૪ વાળા ગે.કા. પાસ પરમીટ વગર ઇગ્લીશ પીવાનો દારૂ બોટલ નંગ-પ૬૪ કિ.રૂ.ર, રપ, ૬૦૦ના મુદામાલની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજામાં રાખી રેઇડ દરમિયાન મળી આવતા આરોપીને પકડી પાડેલ છે.

આ કાર્યવાહી પંચકોશી એ ડીવી પો.સ્ટે.ના પ્રોબે એ.એસ.પી. શ્રી સફિન હસન સાહેબ તથા પો. સબ. ઇન્સ. શ્રી ડી.પી. ચુડાસમા સા તથા પો. હેન્ડ કોન્સ યશપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજા તથા મગનભાઇ ચંદ્રપાલ પો. કોન્સ. જીગ્નેશભાઇ કાનાણી તથા યોગેશભાઇ મકવાણા તથા સંદીપભાઇ જરૂએ કરેલ હતી.

(1:11 pm IST)