Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીમાં ૪૯ બોટલ દારૂ સાથે રાજેશ અઘારા પકડાયો

ત્રાજપર વિસ્તારમાં જુગાર રમતી ત્રણ મહિલા પકડાઇ

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે બી ડીવીઝન પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી,તા.૨૭: મોરબી બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝના નજીકના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી બી ડિવિઝન પી.આઈ પી.બી.ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કિશોરદાન ગઢવી અને એ.પી.જાડેજાને ખાનગી રહે બાતમી મળી હતી કે કુબેરટોકીઝ પાછળ આવેલ મફતિયાપરા રહેતા રાજેશ ઉકાભાઈ અધારા વાળાના મકાનમાં દારૂ જથ્થો હોવાની બાતમી આધારે ત્યાં દરોડો પાડતા તેના ઘરમાંથી ૪૯ દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૫,૪૮૦ ના મુદમાલ સાથે ઝડપી લેવમાં આવ્યો છે તો આ દારૂનો જથ્થો ઙ્ગકયાંથી આવ્યો કેટલા સ્મયથી દારૂ આવતો તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

આ દરોડામાં ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ભાનુભાઈ બાલાસરા, આઈ.ટી.જામ, મુકેશભાઈ ઝીલરીયા, રમેશભાઈ મીયાત્રા, ભગીરથ લોખીલ, રૂતરાજસિંહ જાડેજા અને દેવશીભાઈ મોરી સહિતના સ્ટાફે સ્ટાફ જોડાયો હતો.

 તેમજ મોરબીના ત્રાજપર વિસ્તારમાં મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાહેરમાં જુગાર રમતા આશાબેન ગોવિંદભાઈ અદગામા, મીનાબેન અવચરભાઈ સુનરા અને દીવુબેન કરમસીભાઈ સીણજીયાને રોકડ રકમ રૂપિયા ૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)