Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સાવરકુંડલાઃ તાપડીયા આશ્રમે ધર્મોત્સવમાં વિરજીભાઇ ઠુંમરની ઉપસ્થિતી

સાવરકુંડલાઃબાબરામાં તાપડીયા આશ્રમમાં ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. અને અહીં તાપડીયા આશ્રમના મહંત શ્રી પૂજય ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદ મેળવી ધાર્મિક મહોત્સવના વિવિધ કાર્યક્રમોને શુભેચ્છાઓ પાઠવી હતી.ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે તાપડીયા આશ્રમના સેવક સમુદાય પાસેથીઙ્ગ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ૧૦૮ કુંડી યજ્ઞ સહિતના કાર્યક્રમોની માહિતી મેળવી હતી. અહીં નવ નિર્માણ મંદિર ની મુલાકાત કરી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સાથે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી.સાવરકુંડલા)

(1:09 pm IST)