Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સિક્કા જીએસએફસી યુનિટ ખાતે એમોનીયા સ્ટોરેજ ટેન્કનું ઉદઘાટન

જામનગર,તા. ૨૭:ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (સિક્કા યુનિટ), મોટી ખાવડીના સિક્કા ટર્મિનલ ખાતે ૧૦,૦૦૦ મેટ્રિક ટન એમોનિયા સ્ટોરેજ ટેન્કનું જી.એસ.એફ.સી. લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર અરવિંદ અગ્રવાલના હસ્તે ઉદઘાટન કરાયું હતું.

એમોનિયા ટેન્કના ઉદઘાટન પ્રસંગે જી.એસ.એફ.સી.ના સી.એમ.ડી.શ્રી અગ્રવાલે ઉપસ્થિત તમામ અધિકારીઓ/કર્મચારીઓને અભિનંદન પાઠવેલ અને આવનારા સમયમાં કંપનીના સિક્કા યુનિટ ખાતે વધુ મૂડીરોકાણ કરી અન્ય નવા પ્રોજેકટ લાવવા તેમજ ચાલુ પ્લાન્ટને અડચણ થયા વિના નવી પ્રોડકટનું ટેસ્ટિંગ કરવા માટે એક પાયલોટ પ્લાન્ટ સ્થાપવા માટેની કટિબધ્ધતા દાખવી હતી.

જી.એસ.એફ.સી.ના એકિઝકયુટિવ ડાયરેકટર ડી.બી.શાહ,  બી.બી.ભાયાણી તથા સિક્કા યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ ચિરાગ મહેતાએ ઉપસ્થિત કર્મચારીઓ તથા અધિકારીઓને નવનિર્માણ પામેલ એમોનિયા ટેન્ક અંગેની માહિતી પૂરી પાડેલ હતી. આ કાર્યક્રમમાં  જી.એસ.એફ.સી લિમિટેડના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમ જી.એસ.એફ.સી. લિમિટેડની યાદીમાં જણાવાયું છે.

રોજગાર કચેરી જામનગર ખાતે નામ નોંધાવેલ ઉમેદવારો જોગ

જામનગર : રોજગાર કચેરી જામનગર ખાતે નામ નોંધણી કરાવેલ ઉમેદવારોનો સંપર્ક કરતા જણાયેલ છે કે ઘણા ઉમેદવારો પોતાના મોબાઈલ નંબર તથા ઇમેલ એડ્રેસ ભૂલથી ખોટો અથવા નોંધણી કરાવ્યા બાદ બદલતા હોય છે જેથી રોજગાર ભરતી મેળા, સેમિનાર તેમજ સ્વરોજગાર શિબિરના આયોજન વખતે ઉમેદવારોનો સમયસર સંપર્ક થઈ શકતો નથી. સમયસર અને ઝડપી સંપર્ક થઇ શકે તે હેતુ માટે રોજગાર કચેરી જામનગર ખાતે કચેરી સમય દરમ્યાન ઉમેદવારોએ પોતાના મોબાઈલ નંબર તથા ઇમેલ એડ્રેસ અપડેટ કરાવવા જણાવવામાં આવે છે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા મદદનીશ નિયામક રોજગાર જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

(11:42 am IST)