Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વાગુદડના ગડારા પરિવારનું સ્નેહમિલન તેજસ્વી તારકોનો સન્માનોત્સવ સંપન્ન

ફલ્લા તા. ર૭: ''વસુધૈવ કુટુંબકમ્''ની ભાવના સાકાર કરવા સેવા, સંગઠન અને સન્માનની પરંપરાને ટકાવી રાખવા 'શ્રી પાંચાબાપા ગડારા ચેરિટેબલ ટ્રસ્ટ' આયોજિત મોટા વાગુદડ ખાતે ખંભાલિડા અને રોજિયા ગામનાં ગડારા પરિવારનાં યજમાન પદે ટ્રસ્ટના પ્રમુખશ્રી રાઘવજીભાઇ જે. ગડારાના અધ્યક્ષ સ્થાને 'પરિવાર મિલન' અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ પુજય પાંચા બાપાના સાંનિધ્યમાં શાંતિયજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમનાં શુભારંભમાં ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી નારણભાઇ ડી. ગડારાએ સ્વાગત પ્રવચન કરેલ. કાર્યક્રમના મુખ્ય અતિથિ સ્થાનેથી પુ. સંતશ્રી અક્ષરકીર્તિ સ્વામી (બી.એ.પી.એસ.-રાજકોટ) એ બાળકોમાં સંસ્કાર ઘડતર, ભૃણહત્યા, જાતિભેદ અસમાનતા, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સદઉપયોગ પર પ્રેરક આશીર્વચન પાઠવ્યા હતાં. ટ્રસ્ટનાં પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારાએ અધ્યક્ષ સ્થાનેથી કુટુંબ ભાવના ટકાવવા, વડીલોની સેવા, દીકરા-દીકરીમાં સમાનતા માટે શીખ આપેલ. ટ્રસ્ટનાં ઉપપ્રમુખશ્રી જયંતિલાલ ગડારાએ પરિવારને સંસ્કારી અને સંગઠિત બનાવવા, ટેકનોલોજી યુગમાં ટેકનોલોજીનો સદઉપયોગ કરવા અને પરિવારની ડિરેકટરી અદ્યતન બનાવવાની સમજણ આપેલ. ટ્રસ્ટનાં મંત્રીશ્રી કરશનભાઇ ગડારાએ ટ્રસ્ટના વાર્ષિક હિસાબો રજુ કરી ટ્રસ્ટની પ્રવૃતિઓથી માહિતગાર કરેલ. ગડારા પરિવારનાં ગુરૂજીએ આશીર્વચન પાઠવેલ અને 'વડીલવંદના' કાર્યક્રમમાં ૯૦ વર્ષથી મોટી આયુ ધરાવતા વડીલ માતા-પિતાને સન્માનિત કરી સાથે એમના પરિવારનાં મોભીને સન્માનિત કર્યા તેમજ પરિવાર દ્વારા ૯૩ બોટલ બ્લડડોનેટ કરીને આગવું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખંભાલિડા અને રોજિયા ગામનાં ગડારા પરિવાર, કારોબારી સભ્યો, ટ્રસ્ટી ગણે ભારે જહેમત ઉઠાવેલ. વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં શ્રી ભાવેશભાઇ, મધુકાન્તભાઇ, હસમુખભાઇ, શૈલેષભાઇ, રમેશભાઇએ ભારે જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંકલન ઉપપ્રમુખશ્રી જયંતિલાલ ગડારા અને ટ્રસ્ટીશ્રી નારણભાઇ ગડારા, શ્રી અવચરભાઇ ગડારાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અલ્પેશભાઇ, ચંદ્રેશભાઇ અને નિતેશભાઇએ કરેલ. અંતમાં ટ્રસ્ટીશ્રી કમલેશભાઇ ગડારાએ આભારદર્શન કરીને સર્વેનો આભાર વ્યકત કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

(11:40 am IST)