Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીના મનોદિવ્યાંગ જય વ્યાસની સ્પોર્ટસમાં સિધ્ધિઃ રાષ્ટ્રીય કક્ષાએ સન્માન

મોરબી,તા.૨૭: મનોદિવ્યાંગ બાળક જય વ્યાસ રાષ્ટ્રીય લેવલે સન્માનિત થઇ ગૌરવ વધાર્યું છે.

જન્મ થી જ ડાઉન સિન્ડ્રોમ(મંદબુદ્ઘિ) બાળક હોવા છતાં પરિવાર નો પૂરતો સમય અને યોગ્ય વાતાવરણ સાથે પદ્ઘતિસરના સ્પેશિયલ તાલીમી શિક્ષણ મળતા જય વ્યાસે મનો દિવ્યાંગ હોવા છત્ત્।ા એકિટવિટી અને સ્પોર્ટમાં  આગળ વધી મોરબીનું ગૌરવ વધારેલ છે.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેદ્યવાલના અધ્યક્ષ સ્થાને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ઈન્દિરાગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય માં ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ મીડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભર માંથી સંપાદક, સંચારક, લેખક, પત્રકાર ,વિશિષ્ટ પ્રતિભા ઓએ ભાગ લીધેલ, જેમાં મોરબી ના મનો દિવ્યાંગ બાળકે મોડેલિંગ ફોટોગ્રાફી માં પોતાના મનોભાવ સુંદર રીતે બતાવી વિશિષ્ટ પ્રતિભા સન્માન મેળવ્યું છે તથા સર્ટીફીકેટ સાથે તેમની પ્રતિભાને સન્માનિત કરવામાં આવ્યું હતું.પસંદગી પામેલ પ્રતિભા સ્વરૂપ વ્યકિતત્વ ઙ્ગજય વ્યાસ આગામી દિવસોમાં દિલ્હી ખાતે મોડેલિંગ અને ફેશન શો માટેના વર્કશોપમાં તાલીમ મેળવશે.

(11:39 am IST)