Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પોરબંદરમાં ધો. ૧૦-૧રની બોર્ડની પરીક્ષા દરમિયાન એસટી બસો સમયસર દોડાવવા NSUI દ્વારા રજુઆત

પોરબંદર, તા. ર૭ : ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડ પરીક્ષા દરમિયાન એસ.ટી બસ સમયસર અને સારી કન્ડીશની બસો દોડાવવા પોરબંદર જિલ્લા NSUI  દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.  

રજુઆતમાં જણાવેલ કે આગામી તા.૫ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરિક્ષા શરુ થવાની હોય જેમાં પોરબંદર જિલ્લાના આજુ બાજુ ત્રણેય તાલુકાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય. આ પરિક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને સમયસર પરિક્ષા કેન્દ્ર પર પહોંચવું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યનું હોય છે, તેમનું ભવિષ્ય નક્કી કરવાનું આ તેમનો પ્રથમ પડાવ એટલે બોર્ડની પરિક્ષા હોય છે.

રજૂઆતમાં જણાવ્યું હતું કે હજારો પરીક્ષાર્થીઓ સોરઠ, બરડા અને દ્યેડ વિસ્તારમાંથી અહીં પોરબંદર પરિક્ષા કેન્દ્ર પર પરિક્ષા આપવા માટે આવતા હોય છે ત્યારે તે એસ.ટી બસમાં અપડાઉન કરતા હોય છે.. કયારેય એવું બને છે કે બસ તેમના નિર્ધારિત સમય કરતા મોડી આવતી હોય છે, કયારેય બસ બ્રેક ડાઉન થતી હોય છે અમુક સંજોગો આવા બનતા હોય છે ત્યારે ખાસ તકેદારી રાખી અને તે પંથક પરથી આવતા પરીક્ષાર્થીઓ માટે ખાસ સારી બસની વ્યવસ્થા અને સમયસર તે બસ દોડે તેવી વ્યવસ્થા કરવામાં માંગણી કરી છે.

 ડેપો મેનેજર દ્વારા પરીક્ષાર્થીઓ માટે ખાત્રી આપી છે કે તેમના માટે સારી બસો ફાળવાશે અને પરીક્ષાર્થી તેમના નિર્ધારિત સમય પર પહોંચી જાય તે માટે ખાસ તકેદારી રાખવામા આવશે અને દ્યેડ પંથક માટે પરિક્ષા દરમિયાન ૩ રૂટો માટે ખાસ બસોની વ્યવસ્થા કરવા આવી છે જેમનો સમય મોડા કરી પરિક્ષામા સમય પર દોડાવવામા આવશે. જિલ્લા NSUI એ ડેપો મેનેજરનો આભાર માન્યો હતો.. રજુઆત સમયે પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, ઉમેશરાજ બારૈયા, પરાગ મેવાડા, જયદિપ સોલંકી, કુણાલ રજવાડી વગેરે હાજર રહ્યા હતા.

(1:14 pm IST)