Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કોડીનાર-ઉના ફોર ટ્રેકનું કામ કવોલીટીવાળુ બનાવો મજેવડી પાસે બન્યા પહેલા જ પુલ નમી ગયો

કોડીનાર, તા., ૨૭: ઉના ફોરટ્રેકના ચાલતા કામના અહીના મજેવડી હનુમાનના મંદિર પાસે એક પુલ હજુ બન્યા પહેલા નમી જતા આ કામમાં ભ્રષ્ટાચાર થયાની શંકા સેવાઇ છે.

સોમનાથ-ભાવનગરના ફોરટ્રેક બનવાની છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી કામગીરી ચાલે છે એક તો ગોકળગતીએ ચાલતા કામને લઇને હાઇવે ઉપર વાહન ચલાવવુ મુશ્કેલ બન્યું છે ત્યારે ત્રણ વર્ષમાં કામ પુરૂ કરવાને બદલે માંડ ૪૦ ટકા કામ થયું છે. કોડીનાર-વેરાવળ રોડ એકદમ બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઇવે જુના રોડની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ ગઇ છે અને નવો સીમેન્ટ રોડ બનાવ્યો છે તે રોડ હજુ ચાલુ થાય તે પહેલા મોટી-મોટી તીરાડો પડી ગઇ છે. આ રોડ ઉપર હલકી કક્ષાનું મટીરીયલ વપરાતુ હોઇ ફરીયાદ બાદ પ્રાચી પાસેના ટીંબડી પેટ્રોલ પંપ પાસે એકઠું કરાયેલ રો મટીરીયલના નમુના લેવાતા આ મટીરીયલ ફેઇલ થતા તેને રીજેક કરવામાં આવ્યું હતું. બાદ આ મટીરીયલ યછેન-કેન પ્રકારે ફરીથી વાપરવાનું ચાલુ કરાતા તેમાં પણ ભ્રષ્ટાચાર થઇ રહયાનું જણાઇ છે ત્યારે કોડીાનારના મજેવડી હનુમાન પાસેના પક્ષનો પાો બેસી જતા તંત્ર દ  ્વારા તેને લોખંડના સળલીયાથી બાંધીને વધુ નમે નહી તેવા પ્રયાસો થયા છે. ત્યારે આ પુલનું કામ નવેસરથી કરવા માંગણી ઉઠી છે. બાકી ઉપર સ્લેબ ભરીને ચાલુ કરી દેવાશે તો મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે વેરાવળ-ઉના નેશનલ હાઇવેનું કામ વહેલી તકે અને કવોલીટીવાળુ બને તેવા તંત્ર પ્રયાસ કરે તેવી લોક માંગણી ઉઠી છે.

(11:37 am IST)