Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

બગસરા શાળા નંબર ૪માં વાર્ષિકોત્સવની ઉજવણી

'ઉલ્લાસ ૨૦૨૦' અંતર્ગત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા

બગસરા,તા.૨૭: બગસરાના જેતપુર રોડ પર આવેલી શાળા નંબર ૪ માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત રાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ સ્થિત ટ્રસ્ટ શેઠ શ્રી સી કે પારેખ મેમોરિયલ રિલિજિયસ ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગથી શાળા દ્વારા કરવામાં આવેલા આ રાત્રી કાર્યક્રમમાં બગસરા ગોકુલપરા ના કલસ્ટર કોર્ડીનેટર પિયુષભાઈ તેરૈયા, પૂર્વ બી.આર.સી દિવ્યેશભાઈ દુધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિકોત્સવ માં શાળાના ધોરણ ૧ થી લઇને ૮ ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા બાળકો પાસે વિવિધ કાર્યક્રમ જેવા કે પ્રાર્થના, માત-પિતાને વંદન, સ્તુતિ, વિવિધ રાજયોના લોકનૃત્યો,ઙ્ગ ગરબા, સામાજિક સંદેશ સાથેના ગીત, દેશભકિત ગીત, ગુજરાત ગાથા ગીત, સહિતના કાર્યક્રમોની તૈયારી કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને નિહાળવા ખૂબજ માટે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આજુબાજુના રહીશો, શાળા વ્યવસ્થાપન સમિતિના સદસ્ય તેમજ મહેમાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને કાર્યક્રમને બિરદાવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન બી.આર.પી. પ્રજ્ઞા કેતનભાઇ દીક્ષિતે કરેલ કાર્યક્રમનેઙ્ગ શાળાના શિક્ષકો દ્વારા વાાલીઓ માટે સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(11:35 am IST)