Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ઉનામાં વકીલ ઉપર હુમલો કરનારાં આરોપીઓને પકડી પાડવાની માંગણીઃ બાર એસો. દ્વારા આવેદન

ઉના તા. ર૭: વકિલ ઉપર જીવલેણ હુમલાનાં આરોપીઓ ૬ દિવસ થયા છતાં ન પકડાતા પોલીસની ઢીલી નીતિ સામે બાર એસોસીએશન દ્વારા આવેદનપત્ર આપી આરોપીઓને પકડી પાડવા માંગણી છે.

વકિલ યુસુફભાઇ એ. ખોખડિયા ઉપર અઠવાડીયા પહેલા () સાજીદ ઉર્ફે મુરઘો મહમદ મકરાણી, (ર) તોહીતખાન કરીમખાન પઠાણ (૩) ભારતીબેન તોહીતખાન પઠાણ (૪) જહાંગીર ઇબ્રાહીમ દલ (પ) નુરો નાસીરભાઇ મન્સુરી રે. ઉના વાળા ત્થા ૪ અન્ય શખ્સોએ મારી નાખવાના ઇરાદે ષડયંત્ર રચી લોખંડનો પાઇપ, લાઠી વતી હુમલો કરી ગંભીર ઇજા કરી હતી. જેની ફરીયાદ ઉના પોલીસમાં નોંધાવેલ છે. જેને ૬ દિવસ થયા છતાં કોઇપણ આરોપી પકડાયા નથી.

ઉના બાર એસોસીયેશનનાં પ્રમુખ પ્રેમજીભાઇ બી. બારૈયાની આગેવાની હેઠળ, વકિલ મંડળનાં આગેવાન દિવ્યરાજ ચુડાસમા, કમલભાઇ પડશાલા, ભવ્યભાઇ પોપટ સહિતના વકિલો મોટી સંખ્યામાં ઉના પ્રાંત કચેરીએ જઇ પ્રાંત કચેરીના અધિકારી ત્થા ઉના પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીને આપી તુરંત આરોપીઓને પકડી સખત સજા કરવા અને ઉનામાં કાયદો ને વ્યવસ્થા જાળવવા માંગણી કરી છે.

(11:33 am IST)