Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વાંકાનેરઃ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

વાંકાનેર તા. ર૭ :.. વાંકાનેર સીવીલ જજ શ્રી પરમારની કોર્ટમાં ફોજદારી કાર્યવાહી સહિતની કલમ રપપ (ર) અન્વયે આરોપી સલીમશા. એ. મોગલ (રહે. કુંભારપરા - વાંકાનેર, જી. મોરબી) ને સામેના આક્ષેપથી નેગીશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકરની કલમ ૧૩૮ મુજબ શીક્ષાપાત્ર ગુના સબબ બાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ.

ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૩પ૭ (૩) અન્વયે આરોપીએ ફરીયાદીને વળતર પેટે ચેકની રકમ ૮૮૩૧પ ની બમણી રકમ એટલે કે રૂપિયા એક લાખ છોંતેર હજાર છસ્સો ત્રીસ વળતર પેટે ચુકવી આપવા તેમજ આરોપી વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપી ને વધુ છ માસની કેદ - સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ચુકાદાની નકલ કલમ ૩૬૩ અન્વયે આરોપીને વિના મૂલ્યે આપવા હુકમ કરેલ છે.

એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજી. ભરતકુમાર વિઠ્ઠલભાઇ પરમારે ખુલ્લી અદાલત દ્વારા કરેલ હુકમના આ કેસમાં સરકાર પક્ષે પી. પી. દરજી એ ભારે દલીલો કરતા ઉપર મુજબનો હુકમ કરતા દેણદારોમાં ફફડાટ ફેલાયો છે.

(11:32 am IST)