Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભાવનગરમાં પૂંઠા ભરેલ ટ્રક સળગ્યો

ભાવનગર તા. ૨૭ : ભાવનગરમાં પૂંઠા ભરેલો ટ્રક સળગતા ફાયરબ્રિગેડના સ્ટાફે દોડી જઇ ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગતો મુજબ શહેરના ઘોઘા રોડ ૧૪ નાળા પાસે ટ્રક નં. જીજે૧૦ડબલ્યુ - ૫૮૦૧ જેમાં વેસ્ટેજ પુંઠા ભરેલો હતો. તેમાં આગ લાગતા ટ્રક સળગવા લાગ્યો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. ટ્રક રહીમભાઇ હાજી મહંમદ સરવૈયાની માલીકીનો અને ટ્રકમાં રહેલ પૂંઠાની માલિકી આસીફ રફીકભાઇ લાખાણીની હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

(11:32 am IST)