Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબી પંથકની સગીરા ઉપર રાજકોટના શાહરૂખ કરીયાએ દુષ્કર્મ આચર્યું

મોરબીની સોનલબેન અને વાંકાનેરના મોમૈયાભાઇએ ધમકી આપી મદદગારી કરીઃ ત્રણેય સામે ગુન્હો નોંધાયો

મોરબી,તા.૨૭: મોરબી પંથકની સગીરા સાથે રાજકોટના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં મોરબીની મહિલા અને વાંકાનેર શખ્સ મદદ કરી હોવાથી ત્રણ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ મોરબીમાં પંથકની સગીરાને ઙ્ગલગભગ બે માસ પેહલા રાજકોટ રહેતો ઙ્ગશખ્સ શાહરુખ હારુનભાઈ કટિયા ઙ્ગમોરબી આવ્યો અને સગીરાને મોરબીના ૨૫ વારીયા પ્લોટના ભાડાના મકાનમાં રહેતી સોનલબેન જયેન્દ્ર ચુડાસમા ના મકાનમાં લઈ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું આ બાબત્ત્।ે કોઈ ને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી સગીરાને મોરબીના સોનલબેન અને વાકાનેર રહેતા મોમયભાઈ ધમકી આપી હતી.

 આ અંગે સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા વધુ તપાસ પી.આઈ. આર.જે.ચૌધરી રાઇટર ફતેસિંહ પરમાર અને વિજયભાઈ ચાવડા ચલાવી રહ્યા છે દુષ્કર્મ કરનાર આરોપી તેમજ મદદગારી કરનાર આરોપી ઝડપવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

(11:32 am IST)