Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સાયલાના ટીટોડાના વિરજીભાઇ કોળી પર સોખડામાં જમાઇ મગનનો હિચકારો હુમલો

દિકરી રિસામણે આવી હોઇ જમાઇને સમજાવવા જતાં પાઇપથી તૂટી પડ્યોઃ ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૭: સાયલાના ટીટોડા ગામે રહેતાં વિરજીભાઇ મેરાભાઇ ડાભી (કોળી) (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ પર ચોટીલાના સોખડા ગામે તેના જમાઇ મગન દેવાભાઇ પંચાળાએ પાઇપથી હુમલો કરી આડેધડ ઘા ફટકારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વિરજીભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તે પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા છે તથા સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે. વિરજીભાઇના દિકરી મનુબેન હાલમાં રિસામણે આવ્યા છે. પતિ મગન માથાકુટ કરતો હોઇ તે બાબતે તેને સમજાવવા માટે વિરજીભાઇ ગઇકાલે તેના ગામ સોખડા ગયા હતાં. આ વખતે જમાઇ મગને ઉશ્કેરાઇ  જઇ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:30 am IST)