Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જામનગરમાં બ્રાસ પાર્ટ-ટ્રાન્સપોર્ટરોને ત્યાં વેટ દરોડાઃ ૩II લાખની વસુલાતઃ બે સ્થળે તપાસ ચાલુ

ઇ-વેબીલ જનરેટ થાય છે કે કેમ તે ચકાસવા જોઇન્ટ કમીશ્નરની ટીમો દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ર૭ :..  રાજકોટ વેટના જોઇન્ટ કમીશનર શ્રી ગુર્જરના માર્ગદર્શન હેઠળ ટીમોએ જામનગરમાં બ્રાસપાર્ટના ધંધાર્થીઓ અને ટ્રાન્સપોર્ટરો ઉપર દરોડા પાડી ૩.પ૭ લાખની ટેકસ ચોરી ઝડપી લઇ સ્થળ ઉપર વસુલાત કરી લેવાઇ હતી. તપાસનું મુખ્ય કારણ ટ્રાન્સપોર્ટર-વેપારીઓ દ્વારા માલ ઇ-વે બીલ દ્વારા મોકલાય છે. કે કેમ તે જોવાનું હતું.

દરોડાના પરિણામે માલની રવાનગીના પુરાવા ચકાસીને નિર્ણય લેવાનો હોવાથી બે ટ્રાન્સપોર્ટરના ધંધાના સ્થળે મળેલ પેપર્સની વધુ ચકાસણી માટે સમન્સ આપીને તપાસ ચાલુ રાખવામાં આવેલ છે જયારે અન્ય કેસોમાં તપાસની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. જેમાં કુલ રૂ. ૩.પ૭ લાખની વસુલાત પુર્ણ થયેલ હોવાનું ઉમેરાયું હતું.

જયાં દરોડા પડાયા તેમાં શ્રી હરીદ્વારા લોજીસ્ટીક, દિલ્હી હરીદ્વારા લોજીસ્ટ્રીક, એન. આર. કાર્ગો, ઓટીસી ટ્રાન્સપોર્ટ કંપની, રણજીત ટ્રાન્સપોર્ટ, જામરણજીત કેરીયર, રણજીત લોજીર્સ્ટર, સીટીઝન મેટલ, અશોકકુમાર પન્નાલાલ એન્ડ કાું. એટલાસ મેટલ, ટોપ રેન્યુ ફ્રેકચરીંગનો સમાવેશ થાય ેછે. આ ત્રણેય અને એન. આર. કાર્ગોમાં નીલ રીપોર્ટ આવ્યો હતો.

જયારે શ્રી હરીદ્વાર સોજીસ્ટીક, ઓટીસી ટ્રાન્સપોર્ટમાં તપાસ ચાલુ રખાઇ છે, અને રણજીત ટ્રાન્સપોર્ટમાં ૯૬ હજાર તો સીટીઝન મેટલમાં ર લાખ ૬૧ હજારની વસુલાત કરાઇ હતી.

(11:15 am IST)