Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ટંકારાના જબલપુર ગામમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ યોજાઈ : 64 ટીમો જોડાઈ :જેન્યુન ટીમ ચેમ્પિયન

ટંકારાના જબલપુર ગામમાં પ્રતિ વર્ષ શિયાળુ સત્ર દરમિયાન રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટ તાલુકાના ગામના યુવકો દ્વારા કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ તાલુકાના યુવાનોને સાથે જોડવા અને ફિટનેસ જાળવવાનો હોય છે. જેમા આ વર્ષે પણ તાલુકાની ૬૪ ટીમો જોડાઈ હતી

 જેન્યુન અને શ્રીજી ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમા ભારે રસાકસીના અંતે જેન્યુન ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ બી. બગડાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે સરપંચ કિશોરભાઈ સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(1:22 am IST)
  • રાજયના ૪ જીલ્લાઓમાં હાથીપગાના કુલ ૩૪૮ કેસ નોંધાયાઃ રાજયમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તીત્વમાં છેઃ રોગ અંગે સરકાર ગંભીર નથી : સુરત જીલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસ નોંધાયાઃ નવસારી જીલ્લામાં ૨૦, રાજકોટ જીલ્લામાં ૧૬ કેસ, જુનાગઢમાં જીલ્લામાં ૫ કેસ, રાજયમાં રોગચાળાની મહામારી જેવી સ્થિતીઃ સ્વાઇનફલુ, કોંગો ફીવર, મેલેરીયા જેવા રોગો વકર્યા access_time 1:08 pm IST

  • લેહમાં 5.7 સ્કેલનો મોટો ભૂકંપ આવ્યો access_time 11:21 pm IST

  • અમેરિકા,ફ્રાન્સ અને રશિયાએ દિલ્હીમાં આવેલા તેમના નાગરિકો માટે સિક્યોરિટી એલર્ટ જાહેર કરેલ છે. access_time 11:18 pm IST