Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જામનગર: તોલમાપ કચેરીનો કર્મચારી રૂપિયા ૨૦૦ ની લાંચ લેતા ઝડપાયો

 

ફોટો acb 1

 

જામનગર: જામનગર એસીબીની ટીમને ડીકોય ટ્રેપમાં સફળતા મળી છે. મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનની કચેરી,સેવાસદન -4, રાજકોટ રોડ, જામનગર ખાતે આવેલ છે. કચેરીમાં ચાલતા રોકડીયા વ્યવહાર અંગે એસીબી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે તોલમાપ ખાતાની કચેરીમા તોલમાપ ખાતાના અધિકારી ઇલેક્ટ્રિકલ વજનકાંટાને સ્ટેમ્પિંગ કરી  અને સર્ટિફિકેટ મેળવવા માટે અવેજ પેટે રૂ.100 થી રૂ.500 સુધીની લાંચની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારવામાં આવે છે.,

  માહિતીના  આધારે એક જાગૃત નાગરીકનો ડિકોયર તરીકે સહકાર માંગતા, ડિકોયરને સ્ટેમ્પિંગ કરાવી સર્ટિફિકેટ મેળવવાનું હોય ડિકોયનું આયોજન કરી,ગોઠવેલ ડિકોયના છટકા દરમિયાન રમેશ રવજીભાઈ માકડીયા સીનીયર ઇન્સ્પેક્ટર, વર્ગ-3,  તોલમાપ કચેરી, જામનગર.i/c આસિસ્ટન્ટ કંટ્રોલર લીગલ મેટ્રોલોજી, જામનગર રૂ.200 ની લાંચ માંગી સ્વીકારતા ઝડપાઇ ગયો હતો, કાર્યવાહી એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પી.આઈ. .ડી.પરમાર  તથા જામનગર સ્ટાફે કરી હતી

(8:46 am IST)