Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જેતલસર પંથકની યુવતિને ડ્રેસનાં ધંધાના બહાને બોલાવીને ધર્મેશ વધાસીયાએ દુષ્કર્મ આચર્યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૭:  તાલુકાના જેતલસર પંથકની યુવતિને શહેરના શખ્સે ડ્રેસના ધંધાના બહાને વિરપુર બોલાવી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજારી જો આ બાબતે કોઇને કહેશે તો મારી નાખશે તેવી ધમકી આપ્યાની ફરીયાદ પીડીતાએ વિરપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગત અનુસાર જેતલસર પંથકમાં રહેતી યુવતીને જેતપુરમાં રહેતો ધર્મેશ જીવરાજભાઇ વઘાસીયાએ વિરપુર બોલાવી ત્યાંથી પોતાની કાલા કલરની કારમાં ડ્રેસના ધંધાના બહાને જાનકી હોટલમાં લઇ જઇ તેમના ઉપર બળાત્કાર ગુજારી અને જો આ વાત કોઇને કહેશે તો મારી નાખીશ તેવી ધમકી આપતા પીડીતાએ આ અંગેની ફરીયાદ વિરપુર પોલીસમાં નોંધાવતા પોલીસે ધર્મેશ વિરૂધ્ધ આઇપીએસ ૩૭૬, પ૦૬ (ર) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ ગોંડલ મહિલા પીએસઆઇ એમ.ડી. મકવાણાએ હાથ ધરી છે.

જુગાર રમતા ૪ ઝડપાયા

શહેર પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ગોંદરા વિસ્તારમાંથી પસાર થતી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોય પોલીસે જુગાર અંગેની રેડ કરતા જુગાર રમતા રામ જશાભાઇ લુણી ચેતન ગોકળભાઇ ચાવડ, દિપક બાબુભાઇ ચૌહાણ (રહે. ત્રણે ગોદરા), ધીરૂ ભીખાભાઇ ચાવડા (રહે. વડલી ચોક) ને રોકડા રૂ. ર,રર૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:08 pm IST)