Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી

શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરાયા

જૂનાગઢ તા. ૨૮ : જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરાઇ હતી. આ તકે શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત, રાષ્ટ્રીય મતદાતા દિવસના સામૂહિક સંકલ્પ લીધા હતા.

ગાંધીનગર ખાતેથી યોજાયેલ રાજયકક્ષાના કાર્યક્રમ બાદ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રચિત રાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે,ઙ્ગરાષ્ટ્રીય ચૂંટણી પંચની સ્થાપના ૧૯૫૦માં કરવામાં આવી હતી. લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીપંચનો રોલ ખુબ જ મહત્વનો હોય છે. આ તકે કલેકટરશ્રીએ જૂનાગઢ જિલ્લામાં નવા નોંધાયેલા મતદારો,ઙ્ગકુલ મતદારોની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે,ઙ્ગહજુ યુવાનોમાં મતદાન પ્રત્યે લોકજાગૃતી આવે એ  સૌથી મહત્વની છે. આ તકે તેમણે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલ અધિકારી,ઙ્ગકર્મચારીઓને ઉત્ક્રષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું.

તેમજ વર્ષ ૨૦૨૧માં શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારી શ્રી અંકિત પન્નુ,ઙ્ગશ્રી હનુલ ચૌધરી,ઙ્ગશ્રી જે.પી.વાજા,ઙ્ગશ્રી કુલદીપ રાઠોડને સન્માનિત કરાયા હતા. તેમજ નવા મતદારોને એપીક કાર્ડ વિતરણ કરાયા હતા.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ ચૂંટણી અધિકારીશ્રી વી.એન.સરવૈયાએ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડો.દેવાણીએ કરી હતી. આ તકે અધિક કલેકટર એલ.બી. બાંભણિયા,ઙ્ગકૃષિ યુનિ. સ્ટુડનું વેલફેર ડાયરેકટર વી.આર.માલમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:07 pm IST)