Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જૂનાગઢના પદાધિકારીઓની મુખ્યમંત્રી સાથે મુલાકાત

 જૂનાગઢ : ગાંધીનગર મુકામે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલઙ્ગ તથા શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડિયાની મુલાકાત મેયર ધીરૂભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, તથા સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા દ્વારા લઇને જૂનાગઢના વિકાસ બાબતે રજૂઆત કરેલ જેમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી આગળ ધપાવવા, ઓવરબ્રિજની કામગીરીને શરૂ કરાવવા, તેમજ અન્ય બાબતો અન્વયે લાંબો સમય મંત્રીશ્રી ને મળી રજૂઆત કરી અને રાજય સરકાર દ્વારા તમામ બાબતો પર સકારાત્મક રીતે સત્વરે કાર્યવાહી હાથ ધરવાની ખાતરી મળેલ છે.

(12:36 pm IST)