Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પોરબંદર શ્રી હરિમંદિરે પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે ધ્વજવંદન

 જુનાગઢ : પોરબંદર સાંદિપનિશ્રી હરિમંદિર ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂ. ભાઇશ્રી એ ત્રિરંગો લ્હેરાવી ધ્વજવંદન કર્યુ હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ ડો. ભરત ગઢવી તેમજ ઋષિકુમારો જોડાયા હતા અને પૂ. ભાઇશ્રી એ ધ્વજવંદન બાદ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતુ અને ભારત માતાકી જય વંદેમાતરમના નારા લગાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

(12:34 pm IST)