Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મોરબીમાં નંબર પ્લેટ વગરના દોડતા ૩૨ વાહનો ડિટેઇન કરતી પોલીસ

મોરબી : મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ વાહનો વિરુદ્ઘ મોરબી ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ઝુંબેશ રંગ લાવી રહી છે. ગઈકાલે ટ્રાફિક પોલીસે આવા વધુ ૩૨ કાળમુખા વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે ઉપર બેફામ ગતિએ દોડતા ઓવરલોડેડ વાહનો પકડી પાડવાની અને દંડનીય કાર્યવાહી કરવાની જેમની ફરજ છે તેવા આરટીઓ વિભાગ દ્વારા હજુ સુધી એકપણ આવા વાહન ચાલક વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવી નથી. મોરબી જિલ્લામાં દરરોજ એક હજાર જેટલા ડમ્પરો રેતી અને ખનીજ ચોરી માટે દિવસ રાત ઓવરલોડ માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(12:33 pm IST)