Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મુળીના ગોદાવરી-કૂકડા વચ્ચે 'હીટ એન્ડ રન': અજાણ્યા યુવાનનું વાહનની ઠોકરે મોત

રાજકોટ તા. ૨૭: મુળીના ગોદાવરી અને કૂકડા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા યુવાનું મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મુળીના ગોદાવરી અને કૂકડા ગામ વચ્ચે ૨૫મીએ એક યુવાન આશરે પાંત્રીસ વર્ષનો ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં યુવાનને ગંભીર ઇજા થતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે મુળી પોલીસને જાણ કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(11:43 am IST)