Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

થાનગઢ પાસેથી સાડા ત્રણ લાખનો દારૂ કબ્જે

ઇન્સ.એ.એચ.ગોરીનો સપાટોઃ એકની ધરપકડ

સુરેન્દ્રનગર, તા., ૨૭ : થાનગઢ-અભેપર જવાના કાચા રસ્તા ઉપરથી અલગ અલગ બ્રાંડની દારૂ તથા બિયરની પેટી નંગ-૮૬ તથા બિયર ટીન નંગ-ર૧૧ર કિ. રૂા. ૩,૪પ,૬૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. રૂા.૮,પ૧,૧૦૦ના મુદામાલ સાથે એક ઇસમને થાનગઢ પોલીસ ટીમે પકડી પાડેલ છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદીપ સિંઘ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં બનતા ગંભીર ગુન્હા તથા ગે.કા.પ્રવૃતી અટકાવવા અસરકારક/પરીક્ષાલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા લીંબડી ડીવીઝનના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એચ.ગોરીને સુચના કરવામાં આવેલ.
થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એચ.ગોરીએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય અને પોલીસ ઇન્સ્પેકટર એ.એચ.ગોરી પો.હેડ કોન્સ. ગોવીંદભાઇ એસ.મકવાણા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ સુખાભાઇ ડાભી તથા પો.કોન્સ. આલાભાઇ વિરાભાઇ રોજીયા તથા ડ્રા.પો.કોન્સ. વિહાભાઇ છગનભાઇ મેણીયા તથા ડ્રા.પો.કોન્સ. સુરેશભાઇ નાગરભાઇ મકવાણા એમ બધા નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એ.એચ.ગોરી પો.હેડ કોન્સ. ગોવિંદભાઇ એસ.મકવાણાને હકિકત મળેલ કે અભેપર જવાના કાચા રસ્તે આવેલ સેલેટ્રોન સીરામીકની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં એક આઇસર ગાડીમાંથી દારૂની પેટીઓ ઉતારે છે. જે હકિકતથી સાથેના પોલીસ સ્ટાફના માણસોને વાકેફ કરી રેઇડ કરતા આઇસર ગાડી નં. ડીડી-૦૧-ઇ-૯૮પ૧માં એક ઇસમ દારૂની પેટીઓ ઉતારતો હતો જે રફીકભાઇ દોષમહમંદ મકરાણી ઉ.વ.રર, ધંધો કંડકટર રહે.સરૂપગંજ આબુ રોડ થાણા સરૂપગંજ તા.પીંડવાડા જી.સીરોહી રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ.
સદર જગ્યાએથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૮૬ જેમાં બોટલો નંગ-૬૭ર કિ.રૂા.ર,૦૧,૬૦૦ તથા ચપલા નંગ ૭ર૦ કિ.રૂા.૭ર૦૦૦ તથા બીયર ટીન નંગ ૭ર૦ કિ. રૂા.૭ર૦૦૦ મળી કુલ પ્રોહી મુદામાલ કિ.રૂા.૩,૪પ,૬૦૦ તથા આઇસર ગાડી નં. ડીડી-૦૧-ઇ-૯૮પ૧ તથા મોબાઇલ ફોન નંગ-ર મળી કુલ કિ.૮,પ૧,૧૦૦નો મુદામાલ મળી આવતા ગણનાપાત્ર કેસો શોધી કાઢેલ છે.
પુછપરછ કરતા સદરહું મુદામાલ આઇસર ગાડીના ડ્રાઇવર રજાકભાઇ અનવરભાઇ મોહીલા રહે. મટાણીયા, તા.જી.જોધપુર રાજસ્થાન વાળો લાવેલ અને મનીષ ઉર્ફે રવીએ મંગાવેલ હોવાનું જણાવેલ હોય જેથી મજકુર ત્રણેય ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એચ.ગોરી, પો.હેડ કોન્સ. ગોવિંદભાઇ એસ.મકવાણા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ સુખાભાઇ ડાભી તથા પો.કોન્સ. આલાભાઇ વિરાભાઇ રોજીયા તથા પો.કોન્સ. સુરેશભાઇ મહેશભાઇ દુધરેજીયા તથા ડ્રા. પો.કોન્સ. વિહાભાઇ છગનભાઇ મેણીયા તથા ડ્રા.પો.કોન્સ. સુરેશભાઇ નાગરભાઇ છે.


 

(11:40 am IST)