Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સૌરાષ્ટ્ર - કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ભવ્યતાથી ઉજવણી

રાષ્ટ્રધ્વજને સલામી, દેશભકિતના નાટકો, દેશભકિતના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પ્રજાસત્તાક પર્વની દેશદાઝ સાથે ઉજવણી કરાઇ હતી. જેમાં ગામે-ગામ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રભાતફેરી, દેશભકિતના ગીતોનું ગાન, દેશભકિતના નાટકો, સૂત્રો સાથે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા સેવા સદનના પટાંગણમાં નાયબ કલેકટર રાજેશકુમાર આલના હસ્તે ધ્વજવંદન થયું હતું. કાર્યક્રમમાં પોલીસ દળ દ્વારા સશસ્ત્ર સલામી તથા પ્રમાણપત્ર વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું.

(10:53 am IST)