Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા પ્રજાસતક પર્વની ઉજવણી કરવામાં આવી

મોરબી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસનો રાષ્ટ્રીય તહેવાર ૨૬ મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે.ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે, જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ,ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદર્શન હેઠળ મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ શહેરની ટિમ દ્વારા પ્રજાસત્તાક દિન પર ધ્વજવંદનનો કાર્યક્રમ શિવાજી સર્કલ ,જેઈલ ચોક ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા અને શહેરના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તા બધુંઓ કાર્યક્રમમાં જોડાયા હતા

(7:23 pm IST)