Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કૃષિ બીલના વિરોધમાં જામજોધપુર-કેશોદમાં ટ્રેકટર રેલી

કોંગ્રેસના યુવા નેતા હેમંત ખવા સહીત ૪પ ખેડુતોની અટકાયત

રાજકોટ, તા., ૨૭: કૃષિ કાયદાના વિરોધમાં ગઇકાલે દિલ્હી ખાતે આયોજીત ટ્રેકટર રેલીના સમર્થનમાં જામનગર જીલ્લાના જામજોધપુર અને કેશોદમાં ટ્રેકટર રેલી સાથે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

જેમા જામજોધપુરના કોંગ્રેસના યુવા નેતા હેમંત ખવા સહીત ૪પ ખેડુતોની અટકાયત કરવામાં આવી હતી.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુુરઃ  જામજોધપુર ખાતે દિલ્હીના ખેડૂત આંદોલન ના સમર્થનમાં કોંગ્રેસના યુવા નેતા હેમતભાઈ ખવાની આગેવાની હેઠળ ટ્રેકટર રેલી કાઢવામાં આવ્યા બાદ પોલીસે ૪૫ જેટલા ખેડૂત આગેવાનોની અટકાયત કરતાં અફડાપ્રતફડી મચી જવા પામી હતી. દિલ્હી ખાતે છેલ્લા ઘણાં સમયથી કૃષિબિલ રદ કરવાની માંગણી સાથે આંદોલન કરી રહેલાં ખેડૂતો વિશાળ ટ્રેકટર રેલીના આયોજનના સમર્થનમાં જામજોધપુર ખાતે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હેમતભાઈ ખવા દ્વારા ટ્રેકટર રેલી કાઢવાની અગાઉ જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં જામજોધપુર ખાતે ટ્રેકટર સાથે ખેડુતો ઉમટી પડ્યા હતા. અને માર્કેટિંગ યાર્ડ થી મિનિબસ બસસ્ટેન્ડ સુધી ટ્રેકટર રેલીના આયોજન સમય દરમિયાન પોલીસે કોંગ્રેસના યુવા નેતા હેમંતભાઈ ખવા સહિત ૪૫ ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી.

કેશોદ

(કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદઃ કેશોદમાં ગઈકાલે ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતી અને ખેડૂત આગેવાનો ધ્વારા કૃષિબીલના વિરોધમાં અને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના ટેકામાં   ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ.

  ખેડૂતો ટ્રેકટર રેલી દ્વારા કેશોદ મામલતદાર કચેરી ખાતે પહોંચી ખેડૂતોએ  સૂત્રોચ્ચાર કરેલ હતા.

(1:06 pm IST)
  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST