Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પડધરીઃ હરધ્રોળ ભાયાત રાજપૂત સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા.ર૭ : હરધ્રોળ સમાજના પ્રમુખ સ્વ. પ્રવિણસિંહજી ચનુભા જાડેજાનું અવસાનથતા ખાલી પડેલ પદ માટે હરધ્રોળ સમાજમાં એક મીટીંગ તા.ર૪-૧-ર૦ર૧ના રોજ ધ્રોળ મુકામે હરધ્રોળ બોર્ડીગના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજોયેલ. જેમાં સમગ્ર ધ્રોળ ભાયાતના અગ્રણીઓ, વડીલો તથા યુવાનોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે પ્રમુખ પદે શ્રી પથુભા જશુભા જાડેજા (દાજીબાપુ) ખાખરા તેમજ ઉપપ્રમુખ પદે શ્રી નરેન્દ્રસિંહ દાનુભા જાડેજા - હડમતીયા (જં.)ની વરણી કરવામાં આવેલ છે.

મીટીંગમાં સમાજના અગ્રણી પી.ટી. જાડેજા હડમતીયા (જં.) તથા નરેન્દ્રસિંહજામભા - લૈયારા, જીજુભા માધવસિંહ - જાબીડા, દિલીપસિંહ મેરૂભા - નથુવડલા - લગધીરસિંહ રતુભા - રોજીયા, હેમંતસિંહ ગુમાનસિંહ ખાખરા, પદુભા અનુભા સગાળીયા, અજીતસિંહ - સગાળીયા, ચંદ્રસિંહ મનુભા - રોજીયા - ધર્મેન્દ્રસિંહ દાજીભી દેડકદડ, હુકમતસિંહ પોપટભા - દેડકદડ, દિલીપસિંહ શાંતુભા - હાડાટોડા, મંગળસિંહબાપુ - રીોજીયા, પથુભાબાપુ - ટીલાટ - હડમતીયા, રાજભા સતુભા વાગુદડ, ગણપતસિંહ કાળુભા - વાગુદડ, વનરાજસિંહ મોટુભા વાગુદડ, કેશુભા વાગુદડ, હરદેવસિંહ જીલુભા - વણપરી, વેલુભા નાથુભા - સણોસરા, અનિરૂધ્ધસિંહ - સણોસરા, મહેન્દ્રસિંહ હેંમતસિંહ સણોસરા, રામસિંહ માવસિંહ વચલી ઘોડી, રાજેન્દ્રસિંહ દાનુભા - છેલ્લી ઘોડી, નીરૂભા નારૂભા - જીલરીયા, મહેન્દ્રસિંહ નટુભા - જીલરીયા, નિરૂભા કાનુભા - મકાનજીમેઘપર, અરવિંદસિંહ વેલુભા મકાજી મેઘપર, હેમભા સાલપીપળીયા, હરદેવસિંહ સાલપીપળીયા, બળુભા પથુભા - ખોખરી, મહિપતસિંહ દેવુભા - ડાંગરા,  મહિપતસિંહ લાખુભા - મકાજી મેઘપર, રવિરાજસિંહ સુખુભા - પડધરી, જનકસિંહ ખોખરી, રેવતુભા  બટુકભા - મોટી ચણોલ, ધનુભા સતુભા - મોટી ચણોલ, ઉપેન્દ્રસિંહ વિદુરસિંહ હાડાટોડા, મયુરસિંહ સાહેબસિંહ રોજીયા, કીલાવરસિંહ ચનુભા ખાખરા તેમજ બહોળી સંખ્યામાં  ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ સર્વાનુમતે થયેલ નિમણુંકને ઉમળકાભેર આવકારી અને શુભેચ્છા પાઠવેલ હતી.

સંસ્થાશ્રી હરધ્રોળ ભાયાત રાજપુત સમાજ રાજાશાહી યુગથી૪ર ગામો હાલ ૬૮ ગામોના સમુહ સંસ્થા આવેલ છે. તેમાશ્રી નવનિયુકત પ્રમુખશ્રી પથુભાજશુભા જાડેજા (દાજીબાપુ) ખાખરા ગામના વતની છે અને ગામના પુર્વ સરપંચ તરીકે ખુબ જ પ્રસન્નીય કામગીરી ભુતકાળમાં કરેલ છે. તેઓ સામાજીક ક્ષેત્રે શ્રી દિપસિંહ ધ્રોળ ભાયાત રાજપુત છાત્રાલયનાં કારોબારી સદસ્ય તેમજ ઘણા સમયથી હરધ્રોળ ભાયાત રાજપુત સમાજના ઉપપ્રમુખપદે શ્ર રહી અનન્ય સેવા આપી રહયા છે. ખુબ જ ધાર્મિક સ્વભાવ ધરાવતા હોય તેઓએ કૈલાશ માનસરોવર, શ્રી લંકામાં અશોક વાટીકા, પાકિસ્તાનમાં આવેલ શ્રી હિંગળાજ માતાજીતેમજ ભારતભરના અનેક ધર્મસ્થળોની યાત્રા કરેલ છે. તેઓ વ્યવસાય ક્ષેત્રમાં ખેતી, હોટલ, પેટ્રોલપંપ તેમજ બાંધકામ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.

જયારે ઉપપ્રમુખ પદે નવનિયુકત નરેન્દ્રસિંહ દાનુભા જાડેજા - હડમતીયા (જં.) કે જેઓ ખેતી તેમજ પશુપાલન તથા ડેરી ઉદ્યોગમાં ટોચનું સ્થાન ધરાવે છે.

સંસ્થાની મહત્વપુર્ણ જવાબદારી મળતા તેઓનું આગવું આયોજન રાજપુત સમાજના પરીવારોમાં સંગઠનની ભાવના વધે સમાજમાંથી કુરીવાજો દુર થાય, વ્યસન મુકત સમાજ બને, કન્યા કેળવણીને વધુમાં વધુ પ્રોત્સાહન મળે, શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનોને તેઓની કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન અને આર્થિક રીતે મદદ કરી જળહળતી સફળતા મેળવે તેવા પ્રયત્ન કરવા તેમજ હરધ્રોળ ભાયાતના દરેક ગામે સમાજવાડી તેમજ ધ્રોળ મુકામે આધુનીક સમાજ ભવનનું નિર્માણ કરવા માટે આગવું આયોજન કરેલ છે. તેમજ રાજપુત સમાજ સંગઠીત બને તેઓ સંકલ્પ કરેલ છે. સમાજના અગ્રણીઓ દ્વારા સોંપવામાં આવેલ જવાબદારીઓ ખુબ જ ખંતથી નિભાવવામાં આવશે તેવું બંન્ને નવનિયુકત હોદેદારોએ જણાવેલ તેમજ સમાજનો આભાર વ્યકત કરેલ છે.

(1:02 pm IST)
  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST