Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કાલાવડમાં લેઉવા પટેલ સેવા સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદન

કાલાવડ : તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રા. વિદ્યાલય તથા કાલાવડ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલયમાં ૭૨માં પ્રજાસતાક દિનની ઉજવણી કરાઇ હતી. જી.એસ.વસાવા, પીઆઇ પોલીસ સ્ટેશન કાલાવડ તથા એચ.વી.પટેલ, પીએસઆઇ પોલીસ સ્ટેશનના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ. સંસ્થાના ઉપપ્રમુખ મગનભાઇ શિયાણી તથા મંત્રી જમનભાઇ તારપરા તથા ખજાનચી વેલજીભાઇ સભાયા તથા ટ્રસ્ટી નાથાભાઇ સોજીત્રા તથા બાબુભાઇ કપુરીયા તથા બટુકભાઇ કપુરીયા, ગાંડુભાઇ ડાંગરીયા, વશરામભાઇ વેકરીયા, હરેશભાઇ રાણીપા, દેવેન્દ્રભાઇ કડીયાર, મનસુખભાઇ ચનીયારા, એંજલ સ્પીનીંગ ગૃપ તથા સંજયભાઇ ડાંગરીયા તથા વિઠ્ઠલભાઇ સખીયા, પરસોતમભાઇ ફળદુ, ગીરધરભાઇ પટોળીયા તથા સગુણાબેન રાખોલીયા બધા મહેમાનોની હાજરી આચાર્યશ્રી તથા સ્ટાફગણની ઉપસ્થિતિમાં વર્ષ દરમિયાન નંબર મેળવેલ વિદ્યાર્થીની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માન કરેલ હતુ. ધ્વજવંદન કાર્યક્રમની તસ્વીરો.

(11:58 am IST)
  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST