Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ઉપલેટાના ગાધા ગામ પાસે ડમ્પર નીચે કચડાઇ જતા માછીમારી કરનારા મૂંગા યુવકનું મોત

ઉપલેટા : તાલુકાના ગામ પાસે ભાદર નદીના આવેલ રેતીની લીઝમા રેતી ભરવા જવા માટે ડમ્પરો માટેનો રસ્તો બનાવવામા આવ્યો છે.તે રસ્તે ડમ્પર ઢાળ ઉપરથી નીચે નદી તરફ રિવર્સમાં જઈ રહયુ હતુ તે દરમ્યાન ભાદર નદીમાં માછીમારી કરવા આવેલા યુવક રાજેશ ઉર્ફે કાલો જેઠાભાઈ મકવાણા દેવીપુજક ઢાળ ઉપરથી ઉપર ચડી રહયો હતો તેણે ઢાળ ઉપરથી નીચે તરફ રિવર્સમાં આવતા ડમ્પરને જોઈ સાઈડમાં ઉભી ગયેલ પરંતુ અચાનક તેમનો પગ લપસી પડતા ડમ્પરના પાછલા વ્હીલના જોટામા આવી જતા યુવકનુ મોત નિપજયુ હતુ. રાજેશ મકવાણા ચોમાસામા ભાદર નદીમા વરસાદનુ પાણી આવતુ હોય છે ત્યારથી માછીમારી કરવા માટે ભાદર નદીમાં આવતો હોય છે આ યુવાન વર્ષોથી માછીમારીના ધંધામાં સંકળાયેલો હતો તેમજ તે બોલી પણ ન શકતો. ઉપલેટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનુ પંચનામુ કરી ૧૦૮ મારફત પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : ભરત દોશી, ઉપલેટા)

(11:53 am IST)
  • ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલા હોબાળો માટે માફી માંગી : તેમણે કહ્યું કે હિંસાના ગુનેગારો સંયુક્ત ખેડૂત મોરચાના ભાગ નથી. શિવકુમાર કક્કા એક ખાનગી ચેનલ સાથે વાત કરી રહ્યા હતા. access_time 7:57 pm IST

  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST