Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

વાંકાનેર : જૂનાગઢ શ્રી ભોલેબાબાજી મંદિરે શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમો

વાંકાનેર : જૂનાગઢમાં ગિરનાર તળેટી માં આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડા , સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ના સમાધિ મંદિર ખાતે તારીખ ૅં ૨૦/ ૧ / ૨૧ થી શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા પંચાયતી નિર્વાણ અખાડા ( અલ્હાબાદ , પ્રયાગ રાજ , ત્રિવેણી ) થી જમાત આવેલ હતી. જે અખાડા મહંત શ્રી શ્રી પૂજયપાદ શ્રી અદેતાનંદજી મહારાજશ્રી તેમજ સાઈઠ જેટલા સંતો જમાત સાથે આવેલા હતા. જેમાં ગઈકાલે રવિવાર ના ૨૪ / ૧ / ૨૧ ના રોજ અખાડા માં થતી શ્રી ગોલા સાહેબ ની મુખ્ય પૂજા શ્રી ગોલા સાહેબનું વિશેષ પૂજન અર્ચન તેમજ  અર્ચદાસ  શ્રી ઉદાસીન પંચાયતી અખાડા, સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજી ના મંદિર દ્વારા કરવામાં આવેલ જ પૂજનવિધિ માં અખાડાના મહંતશ્રી ગંગાદાસજી મહારાજશ્રી બેઠા હતા તેમજ આ પ્રંસગે શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બડા અખાડા ના મહંત શ્રી શ્રી પૂજય શ્રી અદેતાનંદજી મહારાજશ્રી એ મહંત શ્રી ગંગાદાસજી મહારાજને સાલ ઓઢાડી સન્માનિત પત્ર આપેલ હતુ. આ પ્રંસગે સહુ ભકતજનોએ દર્શન , સંત દર્શન નો લાભ લીધેલ હતો , તેમજ અર્ચદાસ કરાવેલ હતા. આ પ્રંસગે શ્રી ઉદાસીન આશ્રમ, કબરાઉ ના મહંત પૂજય શ્રી ક્રિષ્નમુનિજી મહારાજશ્રી, તેમજ ઇન્દ્રભારતીબાપુ, તેમજ પ્રશિદ્ઘ જગ્યા ના મહંતશ્રી, સંતો, ગિરનાર ના સંતો એ બપોરના  મહા પ્રસાદ લીધેલ હતો. સહુ મહાત્માઓ ને ભેટ પૂજા આપેલ હતી. આ પ્રંસગે જોડિયાધામ, શ્રી રામવાડી આશ્રમ, સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ના અનન્ય ભકતજન શ્રી સનીભાઈ વડેરા, તેમજ અખાડા ના ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા. સતત પાંચ દિવસ ભકિતમય માહોલ સર્જાયેલ હતુ.ભજન ભોજન અને ભજન નો ત્રિવેણી સંગમ જામેલ હતો. દરરોજ સાંજે અખાડા માં સવાર , સાંજ આરતી , સંકીર્તન , ધૂન , ગવાતી હતી અને ગિરનાર ની આ પાવન ભૂમિમાં અનેરો આનંદ ઉત્સાહ છવાયો હતો શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ( ભ્રમણ સીલ ) ના મહંત શ્રી શ્રી પૂજયપાદ શ્રી અદેતાનંદજી મહારાજશ્રી એ કહેલ કે આ પરિભ્રમણ નિર્વાણ શ્રી પ્રીતમદાસજી મહારાજશ્રી એ આજથી પાંચસો છવીસ વરસ પહેલા શરૂ કરાવેલ જ આજે અવિરત પાંચસો છવીસ વરસ થી આખા ભારતમાં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ની જમાત એવમ વિશ્વ કલ્યાણ અર્થે પરિભ્રમણ કરે છે. ભારત ભરતના ઉદાસીન આશ્રમોમાં જાય છે. ચેતહુ નગરી તારહૂ ગાવ, પુરા નગરી ભજન કરે જ મુખ્ય ધ્યેય છે ઉદાસીન સંપ્રદાયના ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચદ્રંભગવાન શ્રી એ ભારત ભરમાં પરિભ્રમણ કરેલ હતું , શ્રી ચદ્રંભગવાન નો જન્મ પંજાબ માં થયેલ તેમના પિતા શ્રી ગુરૂનાનક દેવજી તપોમૂર્તિ હતા. બારટ શાય પંજાબ પઠાનકોટ માં ૬૨ વરસ શ્રી ચદ્રં ભગવાનશ્રી એ ભજન તપસર્યા કરેલ હતી, ત્યાં ભવ્ય ગુરુદ્વારા છે , પૂજય શ્રી શ્રી મહંત શ્રી અદેતંદજી મહારાજશ્રી એ અંતમાં કહેલ કે આ જમાત ફરી બાર વરસ બાદ ગુજરાત માં આવશે. દર બાર વરસે એક વાર આવે હવે રાજકોટ , સુરેન્દ્રનગર, મહેસાણા, ભીડવાળા , રાજસ્થાન , ત્યારબાદ મથુરા , વૃંદાવન, થી હરિદ્વાર ખાતે કુંભ મેળા માં પહોંચશે  ઉદાસીન પંથ ના મુખ્ય ચાર સ્થાન છે ( ૧ ) અલ્હાબાદ ( ૨ ) હરિદ્વાર ( ૩ ) નાસિક ( ૪ ) ઉજેન બાકી સમર્ગ ભારત ભરમાં શ્રી ઉદાસીન આશ્રમ છે. હાલમાં શ્રી પંચ પરમેસ્વર ઉદાસીન પચાયતી નિર્વાણ બડા અખાડા ના ચાર મહંત શ્રી છે જેમાં ( ૧ ) શ્રી શ્રી મહંત પૂજય શ્રી મહેશ્વરાનંદજી મહારાજશ્રી , શ્રી શ્રી પૂજય શ્રી દુર્ગાદાસજી મહારાજશ્રી, શ્રી શ્રી મહંત પૂજય શ્રી રધુમુનિજી મહારાજશ્રી , શ્રી શ્રી મહંત પૂજય શ્રી અદેતાનંદજી મહારાજશ્રી , હાલમાં જમાત સાથે પૂજય શ્રી શ્રી અદેતાનંદજી મહારાજ સાથે છે. અત્યારે હરિદ્વાર ખાતે કુંભ મેળા ની પણ તૈયારી ચાલુ છે( તસ્વીર - અહેવાલ ૅં હિતેશ રાચ્છ,વાંકાનેર)

(11:50 am IST)
  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST