Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

વડીયાના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા જન વેદના કાર્યક્રમ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૨૭: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષની ગતી વિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વડિયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ દ્વારા પોતાની સીટને રિપીટ કરાવવા જિલ્લા કોંગેસ પ્રમુખ ડી કે રૈયાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાતને ગ્રામીણ વિસ્તારમાં જન જન વેદના કાર્યક્રમ આપી લોકો વચ્ચે કોંગેસની વાત રજુ કરી લોકોને મોંઘવારી અને ખડૂતોને ખેડૂત આંદોલનનો મુદ્દો લઈને કોંગ્રેસના પ્રચારની જવાબદારી સોંપી હોય તેવું જોવા મળી રહ્યુ છે.

ધારાસભ્યના કાર્યાલય ખાતે આવી પહોંચેલા શ્રી રૈયાણી અને દુધાત દ્વારા વડિયા કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને ચૂંટણીના ઉમેદવાર તરીકે દાવેદાર ગણાતા લોકો સાથે મિટિંગ યોજીને ગ્રામીણ વિસ્તાર એવા હનુમાન ખીજડીયા, ઢુંઢીયા પીપળીયા, બરવાળા બાવળ, ખડખડ અને મેઘાપીપળીયા ગામનો ચૂંટણીલક્ષી પ્રવાસ ગોઠવાયો હતો. આ પ્રવાસમાં ગામડે ગામડે આ નેતાઓએ કોંગ્રેસને ફરી નવસર્જિત કરવા માટે કાર્યકર્તાઓએ નૈતિકતા સાથે કામે લાગવા અને વર્તમાન સરકારની તાનાશાહી સામે અવાજ ઉઠાવવા જણાવ્યું હતુ. આ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વડિયા મુલાકત દરમ્યાન તેમનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યકમમાં કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, શરદભાઈ ધાનાણી, જિલ્લા આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શીગાળા, ભીખુભાઇ વોરા કોંગ્રેસ અગ્રણી, પુર્વ તાલુકા પંચાયત સભ્ય રાજેશભાઇ વાવલીયા, અતુલભાઈ પડાયા કોંગ્રેસ અગ્રણી, શ્યામ સોલંકી યુવા કોંગ્રેસ અગ્રણી, ગટુભાઈ મીરાણી કોંગ્રેસ અગ્રણી, જયંતિભાઈ વેકરીયા કોંગ્રેસ અગ્રણી, હરિભાઈ રાદડીયા કોંગ્રેસ અગ્રણી, ગોરધનભાઈ કાછડિયા કોંગ્રેસ અગ્રણી, દિનેશભાઈ ઠુમર, હાર્દિક સોજીત્રા, રાજુભાઇ ધામેચા કોળી અગ્રણી વડીયાના જીમ સાડેકી, કાળુભાઈ મોવલિયા સરપંચ, વિઠ્ઠલભાઈ રાદડીયા કોંગ્રેસ અગ્રણી, કમલેશભાઈ હીરપરા, રવજીભાઈ હિરપરા, ઘોહાભાઈ સોજીત્રા સહીત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યાં હતા.

(10:14 am IST)
  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST